Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાના જુદાં- જુદાં ગામોમાં ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે શેરીનાટકના કાર્યક્રમો યોજાયા

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કંબોડીયા,અરેઠી અને કવચિયા ગામ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઉપક્રમે સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ ફેઝ ૨ અંર્તગત ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા શેરીનાટકના કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ગ્રામિણ વિસ્તારના લોકોને નાટક ભજવતા કલાકારો દ્વારા તે વિસ્તારમાં બોલાતી લોકબોલી સાથે પરંપરાગત વેશભૂષાના વિનિયોગ થકી ઘન કચરો તેમજ પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી જ્ઞાન સાથે ગમ્મત પિરસતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દ્વારા કરવામાં આવ્યું હતું. આગવી વેશભૂષા અને લોકબોલીમાં શેરી નાટક થકી સ્વચ્છતાનો સંદેશો આપવા રહ્યો છે.ત્યારે સ્વચ્છતા રાખવાની આદત કેળવાઈ અને ભાવી પેઢીને ઉજજવળ ભવિષ્ય આપી શકાય માટે લોકોને પ્રતિજ્ઞા લેવડામાં આવી હતી.

નેત્રંગ તાલુકામાં યોજાયેલા શેરી નાટકના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના જિલ્લા કો-ડીનેટર શ્રી દીપકભાઈ પટેલ, નેત્રંગ તાલુકાના બ્લોક કો-ડીનેટર શ્રી દિનેશ વસાવા, આઈઈસી એક્ષ્પર્ટ શ્રી જયેશભાઈ પટેલ, ક્લસ્ટર કો-ડીનેટર શ્રી સતિષભાઈ તેમજ સુશ્રી પ્રિયંકાબેન તેમજ ગામના સરપંચશ્રીઓ અને પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી મગનભાઈ વસાવા તેમજ શાળાના બાળકો અને મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી શેરી નાટકના કાર્યક્રમને માણ્યો હતો.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

ઝધડીયા આંગણવાડી બહેનોએ બજેટમાં તેમને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે બજેટની કરી હોળી.

ProudOfGujarat

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ સ્મશાનમાં લાકડા મુકેલા રૂમમાં આગ લાગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!