Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામનો મુખ્ય પ્રવેશદ્વાર ખુલ્લો મૂકાયો, દાનવીરોનું ગામના ડે. સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા સન્માન કરાયું…

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ગામના ને.હા.48 ઉપર કવિઠા ચોકડી પર આવેલા ગામના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર ગામના NRI દાનવીર તથા ગામના દાનવિરો દ્વારા ગેટનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું કામ સંપૂર્ણ થતા આ ગેટ ગામની પ્રજા માટે ખુલ્લો મૂકાયો હતો.

જેમાં NRI દાનવીર ઇકબાલભાઈ પટેલ, નબીપુર ગામના દાનવીરો હાફેજી મહમદભાઈ ડેમા તથા ઐયુબભાઇ નૂનીયા તથા ઇસ્માઇલભાઈ બોરસદવાળા નું ગામના ડે. સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોએ ફૂલહારથી સન્માન કર્યું હતું. આ પ્રવેશદ્વાર ઉપર ગામના દાનવીર ઇબ્રાહિમભાઈ બોરીયાવાળા ઉર્ફે ભીખા માસ્ટર તરફથી ડિજિટલ સ્વાગત બોર્ડ અને LED લાઈટો અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ડે. સરપંચે ગ્રામ પંચાયત અને ગ્રામજનો વતી તમામ દાનવિરોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આશા સેવી હતી કે ભવિષ્યમાં પણ આવા દાનવીરો નબીપુરની વિકાસ ગાથામાં સહભાગી બને એવો આશાવાદ સેવ્યો હતો.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ઇતિહાસમાં પહેલી વાર નર્મદા ડેમની જળ સપાટી 110.51 મીટરે,ડેમ પૂર્ણ જળાશય કરતા 28.17 મીટર ખાલી.

ProudOfGujarat

વડોદરા : નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અદાલત.

ProudOfGujarat

બિહારના છપરામાં નકલી દારૂ પીવાથી 7 લોકોના મોત, 6 ની હાલત ગંભીર, વધી શકે છે મૃત્યુઆંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!