Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું….

Share

ઉમલ્લા પાણેથા વેલુગામ ને જોડતા રસ્તા અને ભરૂચ જીલ્લામાં છેલ્લા એક વર્ષથી R & B ( P.W.D ) દ્વારા કરાયેલ તકલાદી કામની રજુઆત કરાય…

ભરૂચ જીલ્લા યુથ  દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતુ. યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાનની આગેવાનીમાં પાઠવાયેલ આવેદન પત્રમાં જણાવાયું છે કે ઉમલ્લા પાણેથા વેલુગામને જોડતા રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયા છે. આ માર્ગ ઉપરથી ઓવર લોડ ગાડીઓની સતત અવર-જવરને કારણે રસ્તાની હાલત ખુબજ  બિસમાર હાલતમાં થઈ ગયેલ છે જેના પગલે ગુજરાત એસ.ટી તંત્ર દ્વારા પણ આ રૂટની બસો રદ કરેલ છે. તેમજ ૧૦૮ ઈમરજન્સી સેવાઓ પણ આ વિસ્તારમાં બંધ છે જેથી આવિસ્તરના લોકોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે. વિધાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. આ ઉપરાંત ભરૂચ જીલ્લામાં છેલ્લા એક વર્ષમાં R & B ( P.W.D ) ભરૂચ ડીવીજન દ્વારા જીલ્લાના જે રસ્તાના કામો થયા છે તે ખુબજ ટુંક સમયમાં બિસમાર હાલતમાં થઈ જાય છે. તે દર્સાવે છે કે ખુબ તકલાદી કામકાજ કરવામાં આવ્યું છે. ભરૂચ જીલ્લાનાં નેત્રંગ વાલીયા, ઝગડીયા તાલુકામાં થયેલ સુવિધાપથ અન્વયે તૈયાર કરાયેલ રસ્તાઓ પણ હલકી કક્ષાના વપરાયેલ મટિરિયલના કારણે  ટુંકા સમયમાં બિસમાર હાલતમાં થઈ ગયેલ છે. જેમા સ્ટ્રીટ લાઈટો અને બેસવા માટેના બાકડાઓ જેવી પાયાની સુવીધાઓ ની જોગવાઈ હોવા છતા કોન્ટ્રાક્ટર દ્વારા સ્ટ્રીટ લાઈટ અને બાકડા નિયમ મુજબ મુકવામાં આવેલ નથી. આ ઉપરંત ભરૂચ ઓવર બ્રીજ અને ઓવર બ્રીજ નિચેનો રસ્તો જી.એસ સાર.ડી.સી એ આર.સી.સી રોડ બનાવી આપવા કહેલુ પરંતુ બનાવી આપેલ નથી આ તમામ બાબતે યોગ્ય કરવા આવેદન પત્રમાં રજુઆત કરાય છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

ગાયક પ્રેમ ધિલ્લોન એ બોસ પ્રોડકશન નવ સિદ્ધુની સરાહના કરી.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાર ચોરીના આરોપીને ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!