ભરૂચ શહેરના મનુબર ચોકડી વિસ્તારમાં બનેલી ચોંકાવનારી ઘટના
ભરૂચ.
ભરૂચના શેરપુરા રોડ પર આવેલી ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતા મોહંમદ શહેબાજખાન મોજમખાન પઠાન છુટક ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેની પાસે આઈ-૨૦ કાર હતી. એક વર્ષ પહેલા તેનો મનુબર ચોકડી પાસે આવેલા આશિયાના બંગ્લોઝ ખાતે રહેતા આફતાબ ઈકબાલ પટેલ સાથે મિત્રતા થઈ હતી. આફતાબની મનુબર ચોકડી પાસે પટેલ નાસ્તા હાઉસ નામની દુકાન હોય તે ત્યાં બેસતી હતી.
દરમ્યાન ગત ૧૧ મી તારીખે આઠતાબે તેને ફોન કરી તારી ગાડી લઈને મનુબર ચોકડી પર આવ ગાડીનું કામ છે તેમ કહેતા ને કાર લઈને ત્યાં પહોંચ્યો હતો. આફતાબે જણાવ્યુ હતું કે, તેના મિત્રના ત્યાં વિદેશની મહેમાનો આવવાના છે જેથી તેમને ફરવા માટે ભાડેથી કાર આપવાની છે જેથી શહેબાજે ૧૨૦૦ રૂપિયા રોજ પર તેની કાર આફતાબને સોંપી હતી. ગાડી સાથે શહેબાજને લઈને આફતાબ વડોદરા લઈ ગયો હતો. જયાં એક શખ્સ સાથે તેની મુલાકાત કરાવી ભાડાની વાતચીત કરાવી કાર આપી હતી જે બાદ ભરૂચ પરત આવ્યા હતા.
કાર ભાડે આપવાના & દિવસ વીતી જતા શહેબાજે કાર અંગે પુછતા તેણે થોડો સમય થોભી જાવ કાર આવી જશે તેવું આશ્વાસન આપ્યુ હતુ, જો કે એક તરફ કાર ન આવતા અને બીજી તરફ તેણે મુલાકાત ન કરી ફોન પર જ ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. થોડા સમય બાદ તેમને માલુમ પડયુ હતુ કે, આહતાબ દુબઈ કે આફ્રીકા જતો રહ્યો છે જેથી આહતાબે તેમની સાથે ઠગાઈ કરી હોવાનો અહેસાસ થયો હતો. ઘટના અંગે ભરૂચ બી.ડીવીઝન પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે.
