Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કાવીના બંદર રોડ પર દરગાહ પાછળ જુગાર રમતાં 6 ઝબ્બે : એક ફરાર

Share

પોલીસે ઝડપાયેલાં જુગારિયાઓ પાસેથી 5 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
કાવી પોલીસનો કાફલો પેટ્રોલિંગ પર હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, કાવી ગામના બંદર રોડ પર આવેલી દરગાહની પાછળ  કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી છે. જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતાં ત્યાં જુગાર રમતાં અદનાન ઇકબાલ ઇસ્માઇલ શ્યાશી, જાવીદ શોકતઅલી મિયાજી અલ્તાફ ઐયુબ પટેલ, યાસીન ઐયુબ ચાંદરાત, સુહેલ ઇદ્રીશ મિયાજી તેમજ અફઝલ અબ્બાસ શ્યાશી તથા ફારુક હાસીન લીલને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ 4 હજારથી વધુની રોકડ જપ્ત કરી હતી. પોલીસને જોઇને એક શખ્સ નાસી છુટ્યો હતો. જે અંગે પુછપરછ કરતાં તેનું નામ મજીદ ઇસ્માઇલ જમાદાર હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે તમામની ધરપકડ કરી મજીદ જમાદારને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચના ડોક્ટરે બે કલાકના સફળ ઓપરેશન બાદ દર્દીના પેટમાંથી ૬૪૦ ગ્રામનો પથ્થર કાઢયો..

ProudOfGujarat

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ProudOfGujarat

વડોદરામાં એડવોકેટ એક્ટમાં થયેલા સુધારાને કેન્દ્રએ પાસ કરતાં વકીલોએ ગેઝેટની હોળી કરી વિરોધ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!