Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં પ્રથમવાર અંક્લેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં બાયપાસનું સફળ ઓપરેશન…

Share

માત્ર પાંચ મહિનાનાં બાળકની પણ સફળ હાર્ટ સર્જરી…

ડૉ. રવિસાગર પટેલે બે સફળ ઓપરેશન કર્યાં…

Advertisement

અંક્લેશ્વરની સરદાર હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં જિલ્લામાં પ્રથમ વાર એક બાયપાસ અને એક હાર્ટ સર્જરીનાં સફળ ઓપરેશન થતાં નવી દીશા દર્દીઓ માટે ઊઘડી છે.

અંક્લેશ્વરમાં ચીકુવાડી વિસ્તારમાં અત્યાધુનિક સ્વરૂપે નવનિર્મિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ જિલ્લાની પ્રથમ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ છે. આ હોસ્પિટલમાં હ્રદય ને લગતાં તમામ રોગોની સારવાર થાય છે જે હાલમાં જ થયેલ સફળ ઓપરેશન પૂરવાર કર્યું છે.

સરદાર પટેલ હોસ્પિટલમાં હાલમાં જ અંક્લેશ્વરનાં રહીશ ૬૫ વર્ષીય બિંદુપ્રસાદ વર્માના હ્રદયરોગથી પીડાતાં દર્દીનુ સફળ બાયપાસ સર્જરી ડૉ. રવિસાગર પટેલે કરી છે જે જિલ્લામાં પ્રથમ બાયપાસ સર્જરી છે

એટલું જ નહી આ જ હોસ્પિટલમાં માત્ર ૫ મહિનાની ઉંમરનાં શિશુની પણ સફળ હાર્ટ સર્જરી ડૉ. રવિસાગરે કરી છે. માત્ર ૫ મહિનાનો આયુષ નીલ જન્મથી જ હ્રદયરોગથી પીડાતો હતો. અને એનું વજન આ રોગનાં લીધે ૫ કિલોગ્રામથી વધતું જ ના હતું. માત્ર ૫ મહિનાની ઉંમર અને ૫ કિલોગ્રામ વજનનાં બાળકની હાર્ટ સર્જરી કરેવી એ માટે ભલભલા નિષ્ણાંત તબીબો પણ અનેકવાર વિચારે અને લગભગ તો અન્ય મોટાં શહેરોમાં રિફર કરી દે પણ ડૉ, રવિસાગરે આ પડકાર ઝીલી લીધો અને આ બાળકની સફળ હાર્ટ સર્જરી કરી. આયુષની હાલ સ્થિતિ ઘણી સારી અને સુધારા પર છે.

અત્યાર સુધી ભરૂચ જિલ્લામાં હ્રદયને લગતાં રોગો માટે કોઈ તબીબો ઓપરેશન માટે તૈયાર ન હતાં અને સારવાર કે ઓપરેશન માટે અમદાવાદ, વડોદરા, સુરત કે મુંબઈ તરફ દોડવું પડતું હતું. પરંતુ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ શરૂ થતાં જ એ હાલાકી દુર થઈ છે. સમગ્ર જિલ્લાં ઉપરાંત જિલ્લાની આસપાસનાં વિસ્તારોનાં દર્દીઓ માટે સરદાર પટેલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ આશીર્વાદ રૂપ બાની રહી છે.


Share

Related posts

જ્યોતિ સક્સેનાએ મિસ યુનિવર્સ હરનાઝ સંધુને અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે સુપ્રીમમાંથી રાહત મળી, ભરૂચ કોંગ્રેસ એ નિર્ણયને આવકારી ઉજવણી કરી

ProudOfGujarat

લીંબડીનાં શિવાલયોમાં અમાસ નિમિત્તે મહા આરતી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!