Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરેડિયા હાઇવે ઉપર અજાણ્યા ફોરવ્હીલ ની ટક્કરે પદયાત્રા એ નીકળેલાં દંપતીનું મોત

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરૂચ વડોદરા હાઇવે નં ૪૮ ઉપર બલવાસ હોટલ પાસે ભેસ્તાન સુરત થી પદયાત્રાએ નીકળેલા દંપતીને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટના સ્થળે કમકમાટી ભરી રીતે મોત નિપજ્યા હતા જેના પગલે પદયાત્રા સંઘમાં શોક વ્યાપી જવા પામ્યો હતો.પદયાત્રીઓ અહીંથી સંઘ વિસર્જન કરી પરત રવાના થયા હતા.
સુરત નજીકના ભેસ્તાનગામમાંથી તારીખ ૨૯ મે ના રોજ સવારે સાત વાગ્યાના ૧૭ જેટલા પદયાત્રીઓ ભાવનગર જવા માટે પદયાત્રાએ નીકળ્યા હતા. તારીખ ૩૧ ના રોજ પદયાત્રીઓ ભરૂચથી વડોદરા તરફ જતા હાઇવે નંબર ૪૮ ઉપર ઉપર નજીક સાડા સાત વાગ્યાના સુમારે સવારે હોટલ બલવાસ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ગણેશ ભાઈ શંકરભાઈ પટેલ ઉંમર ૪૦ તેમજ તેમના પત્ની લક્ષ્મીબેન ગણેશભાઈ પટેલ ઉંમર વર્ષ ૩૫ ને અજાણ્યા વાહને પાછળ થી ટક્કર મારતા બંને પતિ પત્ની નો ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું.
ઘટના સંબંધે પાલેજ પોલીસે કાયદેસર કાગળ કરી લાશનો કબજો મેળવી સરકારી દવાખાને પી.એમ માટે લઇ જવાયા હતા સુરત ભેસ્તાન થી પદયાત્રા સંઘ ભાવનગર નજીક કોલીયાદ ગામ થી ત્રણ કિલોમીટર દૂર અરબસાગર નજીક આવેલાં શિવજી મંદિર ખાતે દર્શન અર્થે જતાં હતાં ત્યારે આ કરુણ ઘટના બની હતી.પદયાત્રા સંઘ અહીં થી પરત સુરત રવાના થઈ ગયાં હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ભરૂચ ને.હા 48 નબીપુર પાસેથી લાખોની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

રસીકરણ જ એકમાત્ર ઉપાય :વિલાયત જીઆઈડીસીમાં જુબિલન્ટ દ્વારા તેમના કર્મચારીઓ અને તેમના પરિવારનું વેક્સિનેશન કરાયુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!