Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વીજળી પડતા પિતાની નજર સામે પુત્ર નું મોત

Share

અંકલેશ્વર બોરભાઠા નર્મદા નદી કિનારે દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી

અંકલેશ્વર.

Advertisement

અંકલેશ્વર બોરભાઠા નર્મદા નદી કિનારે વીજળી પડવા પિતાની નજર સામે પુત્ર નું મોત નીપજ્યું હતું. નવા દીવા યુવક પિતા અને ગ્રામજનો સાથે માછીમારી માટે નર્મદા પાણી જોઈ ને પરત ફરી રહ્યા હતા. યુવક પર વીજળી પડતા જ જોરદાર કરંટ સાથે સાથે રહેલા બે યુવકને પણ ઝટકો લાગ્યો હતો.
અંકલેશ્વર પંથકમાં હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ દરમિયાન ગઈકાલે સાંજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી. માછીમારી માટે નર્મદા નદી ના પાણી જોવા ગયા બાદ પરત ફરતી વેળા પિતા તેમજ પુત્ર અને અન્ય બે ઈસમ રસ્તા પર ચાલી રહ્યા હતા જ્યાં પિતા સુંદર વસાવા આગળ અને તેની પાછળ પુત્ર દેવ વસાવા તેમજ અન્ય ઈસમ ચાલી રહ્યા હતા દરમિયાન અચાનક જ વીજળી પિતા ની નજર સમક્ષ જ દેવ પર પડી હતી અને તેનો કંરટ વેવ પિતા સુંદર વસાવા અને નટવર ભાઈ વસાવા ને લાગતા તેઓ ફંગોળાઈ ગયા હતા. 20 વર્ષીય દેવ સુંદર વસાવા પિતા સાથે સુંદરભાઈ ને અને નટવર વસાવા પુત્ર જીવિત હોવાની આશા ખાનગી રીક્ષા માં સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબે  20 વર્ષીય આશાસ્પદ દેવ ને મૃત જાહેર કર્યો હતો. પિતા અને અન્ય ઇસમ નવતર વસવા સ્વસ્થ હાલત માં છે અને તેમને જણાવ્યું હતું કે નર્મદા નદી નું પાણી જોઈને તેઓ પરત ફરી રહ્યા હતા તે સમયે ઘટના બની હતી જ્યાં દેવ પર વીજળી પડતા તેઓ અને અન્ય ઈસમ ફંગોળાઈ ગયા હતા. અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપુત જણાવ્યું કે યુવાનો માછીમારી દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા.


Share

Related posts

ભરૂચ જીલ્લામાં સી.એન.જી. ના પંપો બંધ રહ્યા રિક્ષાચાલકો તેમજ વાહન ચાલકોને પડી મુશ્કેલી

ProudOfGujarat

કુકરવાડા ધિંગાણામાં આપ-બીજેપીના નેતાઓએ પોલીસને રજૂઆત કરી

ProudOfGujarat

વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!