Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

બીટીપીમાંથી આવેલાં પ્રકાશ દેસાઈને ડેરીના ઈલેક્શનમાં આગળ કરતાં ભાજપમાં આંતરિક વિવાદ છંછેડાયો

Share

ભૂતપૂર્વ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની જેમ તમે પણ પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને આગળ કરો છો : સાંસદનો આક્ષેપ
દૂધધારા ડેરીની ચૂંટણી પહેલાં સાંસદનો જિલ્લા પ્રમુખને વિવાદાસ્પદ પત્ર
પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અને હાલના પ્રમુખ પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથીઃ સાંસદ
ભરૂચ.
ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી ભરવાના સમયે ૧૮ વર્ષથી ચેરમેન ધનશ્યામ પટેલ અને વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોત-પોતાની પેનલ ઉભી કરતાં ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ સામસામે આવ્યાં હતાં. જોકે, બાદમાં ભાજપમાંથી અપાયેલાં મેન્ડેડમાં ધનશ્યામ પટેલને ૧૨ અને અરૂણસિંહ રણાને ૩ ઉમેદવારો માટેના મેન્ડેડ મળ્યા છે. જોકે, બન્ને દિગ્ગજ નેતાઓ અપક્ષમાંથી પણ પોતાના ઉમેદવાર ઉભા કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. આવામાં સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી લખેલાં પત્રએ પુનઃ રાજકિય ગરમાવો લાવ્યો છે.
ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ લખેલાં પત્રમાં તેમણે પૂર્વ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિવાને ટાંકીને લખ્યું છે કે, તેમણે તેમના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાં લોકોને ખોટી રીતે મહત્વ આપી વિવિધ મહત્વના પદો પર તેમને બેસાડી દેવામાં આવ્યાં છે. ત્યારે તમે (જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી) પણ તે જ માર્ગે આગળ વધી રહ્યાં છો પ્રકાશ દેસાઈ એક લિટર દૂધ, દુધધારા ડેરીમાં આપતાં ન હોવા છતાં બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. ભવિષ્યમાં સામ, દામ, દંડથી અને પૈસાની જોરની ડિરેક્ટર બની જશે. તો આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો આવી સહકારી સંસ્થાઓની શું હાલત કરશે તે સમય બતાવશે. સાંસદ દ્વારા કરાયેલાં આક્ષેપમાં બીટીપીમાંથી ભાજપમાં આવેલાં પ્રકાશ દેસાઈનો સ્પષ્ટ વિરોધ કર્યો હતો. તેમણે પ્રકાશ દેસાઈ આણી કંપનીએ ઝઘડિયા એપીએમસીનું માળખું બદલી નાંખ્યું હોવાની પણ વાત પત્રમાં કરી હતી.
ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને છાવરતાં હોવાનો આક્ષેપ
। ભરૂચ ।
આખા બોલા તરીકે ઓળખાતાં સાંસદ મનસુખ વસાવા તેમના પત્રમાં વધુમાં ઉમેર્યું હતું કે, નેત્રંગ તાલુકાની ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જેઓ કૌભાંડમાં સામેલ છે તેમને જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર કોઈને કોઈ પ્રકારે કોઈના દબાણમાં આવી બચાવી રહ્યાં છે. તેમ કહી સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને અગાઉના પ્રમુખ સાથે સરખાવ્યાં હતાં.
અમારા વડીલ છે, મળીને તેમની ગેરસમજ દૂર કરીશું
। ભરૂચ । 
સાંસદ મનસુખ વસાવા અમારા વડીલ છે. તેમણે જિલ્લા પ્રમુખને જે પત્ર લખ્યો છે. તેને લઈને અમારા મનમાં કોઈ દુ:ખ નથી. તેમને કોઈ પ્રકારની ગેરસમજ થઈ હશે. જેના કારણે તેમણે આમ લખ્યું હશે. અમે તેમને મળીને તમામ બાબતોની સ્પષ્ટ કરીશુ. અને તેમને થયેલી ગેરસમજ દૂર કરીશું..મારૂતિસિંહ અટોદરિયા, માજી જિલ્લા ભાજપ પ્રમુખ


Share

Related posts

રાજપીપળા : અવસર લોકશાહીનો અભિયાન અંતર્ગત “અવસર રથ” ને લીલી ઝંડી આપી કરાવ્યું પ્રસ્થાન.

ProudOfGujarat

નડિયાદ : શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૩ માં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

લીંબડી તળાવમાં નવા નીરના પધરામણા થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!