Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઘરનું તાળું કેમ તોડયું કહી વહુએ સાસુ-સસરાને માર માર્યો 

Share

ભરૂચ તાલુકાના કુવાદર ગામે બનેલી વિચિત્ર ઘટના
। ભરૂચ ।
ભરૂચ તાલુકામાં આવેલાં કુવાદર ગામે નવીનગરી વિસ્તારમાં 62 વર્ષિય ભીખીબેન દેવજી વસાવા તેમજ તેમના પતિ દેવજી કાભય વસાવાને બે સંતાનો છે. તેમનો મોટો પુત્ર પ્રકાશ તેની પત્ની સાથે અલગ રહે છે. જ્યારે તેમનો નાનો પુત્ર ભાસ્કર અને તેની પત્ની તથા બે સંતાનો તેમની સાથે રહેતાં હતાં.
દરમિયાનમાં ભાસ્કરનું અવસાન થતાં  તેમની પુત્રવધુ તેમની સાથે જ રહેતી હતી. થોડા દિવસ પહેલાં ભાસ્કરની વિધવા રંજનબેને તેમના ઘરના આગળના પતરા ઉતારી લેતાં ભીખીબેન તેમજ તેમના પતિ થોડા સમય માટે તેમના મોટા પુત્રને ત્યાં રહેવા ગયાં હતાં. બે દિવસ પહેલાં તેઓ તેમના ઘરે રહેવા માટે આવવાના હતાં. ત્યારે રંજને તેમના ઘરને તાળુ મારી જતી રહી હતી. જેથી સસરા દેવજી વસાાવએ તાળુ દોડી તેઓ ઘરમાં રહેવા લાગ્યા હતાં. સાંજના સમયે રંજન ઘરે પરત આવતાં તાળું કેમ તોડ્યું અને તમે અહીં કેમ રહો છો તેમ કહીં તેમને અપશબ્દો ઉચ્ચારી નજીકમાં પડેલું બેટ ઉંચકી તેમને વૃદ્ધ સાસુ-સસરાને માર માર્યો હતો. તેમજ તેમને ઘરમાં રહેશો નહીં. ઘરમાં રહેશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાાં હતાં. બનાવને પગલે ૬૨ વર્ષિય સાસુ ભીખીબેન વસાવાએ નબીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામેથી એલસીબી એ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી લીધો.

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્વારા સુવર્ણ જયંતી મહોત્સવનો ની ઉજવણી કરાઇ,હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર ,લેબોરેટરી,અને અઘ્યતન ઓપરેશન થિયેટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં આજે વધુ 24 કોરોના પોઝીટીવ દર્દીઓ આવતા કુલ આંક 837 પર પહોંચ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!