Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અગાઉના ઝઘડાની રીસ રાખી જેઠે વહુને ફટકારી, કપડાં ફાડી નાખ્યાં

Share

દહેજના રામદેવપીર ફળિયામાં બનેલી ઘટના

ભરૂચ.

Advertisement

દહેજમાં આવેલાં રામદેવપીર ફળિયામાં રહેતી પુષ્પા ગોહિલનો પતિ નરેશ લક્ષ્મણ ગોહિલ ઓપલ કંપનીમાં કામ કરે છે. જ્યારે તેના જેઠ નૈનેશ પણ રામદેવ કેમિકલમાં નોકરી કરે છે. ત્રણેય એક સાથે જ રહે છે. ગત ગુરૂવારે તેના પતિ અને જેઠ કોર્ટમાં ગયાં હતાં. જ્યાંથી તેનો પતિ બારોબાર નોકરીએ જતો રહ્યો હતો.જ઼યારે સાંજના ચારેક વાગ્યે તેના જેઠ ઘરે આવ્યાં હતાં. થોડીવાર ઘરમાં રોકાયાં બાદ જેઠ નૈનેશ ઘરેથીની નિકળી ગામમાં ગયો હતો. ત્યાંથી રાત્રીના દશેક વાગ્યે તે પરત ઘર આવતાં તેણે અગાઉ જમવા બાબતે થયેલી બોલાચાલીની રીસ રાખી તેના જેઠ નૈનેશે તેને તું અહીંથી તારા બાપના ઘરે જતી રહે તેમ કહીં તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. જેથી પુષ્પાએ તેમને અપશબ્દો બોલવાની ના પાડતાં તેણે ઉશ્કેરાઇ જઇ પકડીને જબરજસ્તી કરવા લાગ્યાં હતાં. તેમજ તેેને ધક્કો મારતાં તેની નાઇટી ફાટી ગઇ હતી. નૈનેશે તેને માર મારી ઇજાઓ પહોંચાડી ઘરેથી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી જતો રહ્યો હોત. અરસામાં 112 નંબરની પોલીસની ગાડી આવતાં તેઓ તેમના જેઠને લઇ ગયાં હતાં. તેના પતિ આવતાં તેમને હકિકત જણાવી હતી. જોકે, ઘરનો ઝઘડો હોઇ તેમણે પોલીસ સ્ટેશને માત્ર અરજી આપી તેઓ ઘરે પરત આવ્યો હતો. અરસામાં તેમના જેઠ પરત ઘરે આવતાં તેણે પુષ્પાને લાતો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને ભરૂચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.


Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી પર ઇકોગાડી ચાલકો દ્વારા ઓટોરીક્ષા ચાલક પર હુમલો…

ProudOfGujarat

ભરૂચમાં આદિવાસી અસ્મિતા સંરક્ષક સમિતિ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરાયું

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક મનોજ વ્યાસ પાલેજ પહોંચતા મારવાડી સમાજ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!