Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પહેલાં બાઇક સવારોને ટક્કર મારી બાદમાં વચ્ચે કેમ ચલાવો છો કહી માર માર્યો

Share

જંબુસરના કાવી ભાગોળ જવાના રસ્તા પરની ઘટના
ભરૂચ.
જંબુસર તાલુકાના કાવી ગામે ગામે રહેતાં ઇમ્તિયાઝ અબ્દુલ મામલી સવારને દશેક વાગ્યે તેમના પુત્ર આસિફ તેમજ ભત્રિજા અલ્તાફ સાથે તેમની બાઇક પર કાવી ભાગોળ તરફ જઇ રહ્યાં હતાં. દરમિયાનમાં એક વાહન ચાલકે તેમને પાછળથી ટક્કર મારતાં તેઓ ગટરમાં પટકાયાં હતાં. સદનશીબે તેમને કોઇ ઇજા થઇ ન હતી તેઓ ત્યાંથી બહાર નિકળવા જઇ રહ્યાં હતાં. તે વેળાં સોએબ અલી મામલીએ તેમને અપશબ્દો ઉચ્ચારી રસ્તાની વચ્ચે કેમ વાડી ચલાવે છે કહીં તેની સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાનમાં સોએબે જીપમાંથી લાકડી કાઢી લાવી તેમના પર હુમલો કર્યો હતો. સોએબ મામલીનું ઉપરાણું લઇ તેનો ભાઇ સાજીદ મામલ, ફૈજાન ઉર્ફે ભુજો કડા તથા સાહિલ નઇમ મામલીએ પણલાડકી લઇ આવી તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે કાવી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કોઈ પણ આડાશ મુક્યા વિના ઉભેલાં કન્ટેનરમાં ટેમ્પો ભટકાતાં અકસ્માત : ચાલક કેબિનમાં દબાયો

ProudOfGujarat

અંકલેશ્વરમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લોકોએ દાન પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી

ProudOfGujarat

જંબુસર વિધાનસભા યુવા કોંગ્રેસ દવારા ટેકાના ભાવે તુવેર ખરીદી કેન્દ્ર ફાળવવા બાબતે મામલતદાર કચેરી બહાર ધરણા કરી આમોદ મામલતદાર ને આવેદન પત્ર પાઠવવા મા આવ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!