Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળના મોસાલી ચાર રસ્તા પર નિર્માણ થનાર જનનાયક બિરસા મુંડાજી અને ટટયા ભીલજી પ્રતિમા નુ નિર્માણ થશે.

Share

₹ ૪૦ લાખના સરકારી ખર્ચે નિર્માણ થનાર બંને પ્રતિમાઓનું ખાતમુર્હુત ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરાયું.

વાંકલ ::

Advertisement

માંગરોળ તાલુકાના મોસાલી ચારરસ્તા ખાતે ₹૪૦લાખના ખર્ચે નિર્માણ થનાર આદિવાસી જન નાયક બિરસામુંડાજી અને ટટયા ભીલજીની પ્રતિમાઓનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના હસ્તે કરાયું હતું.આ પ્રસંગે તેમને જણાવ્યું કે આદિવાસી મહાનાયક ક્રાંતિકારી લડવૈયા ભગવાન બિરસામુંડાજી આદિવાસી મસીહા તરીકેની સમગ્ર દેશમાં જાણીતા બન્યા હતા.

તેમનો જન્મ ૧૫ નવેમ્બર ૧૮૭૫માં ઝારખંડ બામ્બા ગામમાં એક ખેતમજુર પરિવારમાં થયો હતો. બિરસામુંડાજીએ પોતાના સમાજ માટે અનેક બિલદાનો આપ્યા હતા. તેમજ ટટયા ભીલજીને યાદ કરતા જણાવ્યુ હતું કે, તેઓ મધ્ય ભારતના ભીલ હતા જેમણે લોકોને અંગ્રજોની સામે ઉભા કર્યા હતા.તેઓ અંગ્રજોનો ખજાનો લુંટતા અને લોકોની વચ્ચે વહેંચી દેતા હતા. આફતમાં ફસાયેલ લોકો પાસે પહોંચી જતા જેના કારણે તેમને મધ્ય ભારતના રોબિન હુડ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.આજે મધ્યપ્રદેશની સરકાર ધ્વા૨ા જનનાયક ટટયા ભીલના નામથી અનેક સ્મૃતિ એવોર્ડ પણ આપવામાં આવે છે.આજે પણ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેમની બહાદુરીના કિસ્સા લોકગીતો અને લોકકથા સ્વરૂપે પ્રચલીત છે.આ પ્રસંગે તેઓને યાદ કરી તેઓના બલિદાન અંગે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


Share

Related posts

અંકલેશ્વર : નોબલ માર્કેટમાં રસાયણિક પાવડર તેમજ કેમિકલ બેગોનો જથ્થો ખુલ્લેઆમ જમીન પર જોવા મળ્યો : GPCB વાતથી અજાણ ?

ProudOfGujarat

પાંચ આંગળીઓથી મુઠ્ઠી બને છે, અલગ અલગ રાખશો તો છૂટી જશે, મુમતાઝ પટેલે કોંગી કાર્યકરોને આપી સમજણ.

ProudOfGujarat

પાટીદાર સમાજનાં જેમસન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચિખલીમાં ઓક્સિજનની સહાય…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!