Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં ઇદે ગૌસિયાની મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરાઇ, મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા…

Share

ભરૂચના પાલેજ સ્થિત મક્કા મસ્જિદમાં ઇરાકના બગદાદ શરીફમાં આરામ ફરમાવી રહેલા હજરત ગૌસુલ આઝમ દસ્તગીરની ગ્યારવી શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા. ઇસ્લામી હિજરી સન ચોથા માસમાં રબી ઉલ આખરના ૧૧ મી તારીખે ઇદે ગૌસિયાની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે.

ઇદે ગૌસિયા પ્રસંગે મક્કા મસ્જિદમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. હજરત ગૌસુલ આઝમ દસ્તગીરના મુએ મુબારકની મુસ્લિમ બિરાદરોએ જિયારત કરી ધન્યતા અનુભવી હતી. મક્કા મસ્જિદના ઇમામ સાહેબે હજરત ગૌસુલ આઝમ દસ્તગીરના જીવન ચરિત્ર વિશે હાજરજનોને ખુબ સુંદર માહિતી પૂરી પાડી તેઓએ બતાવેલા માર્ગને અનુસરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સલાતો સલામના પઠન અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું…

Advertisement

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ઝધડીયા પોલીસ જાપ્તામાંથી બાઇક ચોરીનો આરોપી ફરાર.

ProudOfGujarat

રાજપીપળા : પોસ્કોના કેસમાં આતિષકુમાર શાંતિલાલ તડવીને 10 વર્ષની સખ્ત કેદની સજા.

ProudOfGujarat

માંગરોળનાં લવેટ ગામે દીપડાએ વાછરડી પર હુમલો કરતાં ગ્રામજનોમાં વ્યાપેલો ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!