Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

યુકેના વિઝા અપાવવાના બહાને બેરોજગાર યુવાન સાથે 5 લાખની ઠગાઇ

Share

પાલેજના  ગઠિયા સહિત યુકેના શખ્સ વિરૂદ્ધ યુવાને ફરિયાદ નોંધાવી
બે ગઠિયાઓએ યુવાન પાસેથી 20 લાખ લીધા, બાદમાં 15 લાખ પરત કર્યાં
ભરૂચ.
સુરતના કામરેજ ખાતે રહેતો રોહિત અરવિંદ વાઘેલા ધો. 12 સુધી અભ્યાસ કર્યાં બાદ એક શોરૂમમાં કામ કરતતો હતો. તે નોકરી છુટી જવાથી તે હાલતમાં ઘરે જ હતો. દરમિયામાં તેની પત્ની કામરેજ ખાતે આઇઇએલટીએસના કલાસ કરતી હતી. ત્યારે તેની મૈત્રી રિમ્પલ નામની એક મહિલા સાથે થઇ હતી. રોહિતને કામ માટે વિદેશ જવું હોઇ તેણે તેની પત્ની મારફતે રિમ્પલને પુછપરછ કરાવતાં તેણે જણાવ્યું હતું કે, તેના જીજાજી રવિસિંગ યુકેમાં રહે છે. અને તેઓ વિઝા કન્સલ્ટન્સીનું કામ કરે છે. અને ભરૂચના પાલેજ ખાતે રહેતાં યાસીન પટેલ તેમના પાર્ટનર છે. જેથીઓ તેઓએ તેમના નંબરો મેળવ્યાં હતાં. તેમણે રવિસિંગના વિદેશીનંબર પર ફોન કરી વાત કરતાં યુકેના વિઝા માટે 50 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જોકે, રોહિતે તેની આર્થિક સ્થિતી અંગે જણાવતાં આખરે 20 લાખમાં કામ કરી આપવાનું રવિસિંગે જણાવ્યું હતું. ઉપરાંત રૂપિયાની ચુકવણીના કરાર સહિતીનીકાર્યવાહી માટે યાસિન પટેલનો સંપર્ક કરાવ્યો હતો. વિદેશ જવા માટે રોહિતે તેના પિતા સહિત મિત્રો પાસેથી તેમજ અન્ય રીતે રૂપિયા એકત્ર કરી તેમનો ચુકવ્યાં હતાં. ઘણો સમય વિતી ગયો હોવા છતાં વિઝા નહીં મળતાં તેમણે વિઝાની માંગણી કરતાં હવે વિઝા નહીં મળે ભુલી જાઓ તેમ કહીં તેમને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી આખરે રોહિતે પાલેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચનાં મુલદ ટોલ ટેક્સથી ઝાડેશ્વર ચોકડી સુધી ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપની દ્વારા સાત ગામનાં ખેડૂતો સાથે થયેલ છેતરપિંડી વિરુદ્ધ યોગ્ય માંગ કરવા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર શહેરના કરસનવાડીના યુવાનો પદયાત્રા કરી મહાકાળીમાં ના દર્શન અર્થે પાવાગઢ નીકળ્યા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!