Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના બીએપીએસ મંદિર સ્વામિનારાયણ મંદિર પાર્કિંગ ગ્રાઉન્ડ ઝાડેશ્વર ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ ની જિલ્લાકક્ષાની ઉજવણી

Share

ભરૂચ
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫નું આયોજન તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબરના રોજ સવારે ૯:૪૫ કલાકે કરવામાં આવ્યું છે. જેનો આશય પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદપશુ આરોગ્ય મેળોખેડૂતો અને પશુપાલકોનું સન્માનઆધુનિક કૃષિ ટેક્નોલોજી અંગે ખેડૂતોને માર્ગદર્શનવિવિધ કૃષિ સહાય યોજનાઓની જાણકારી તેમજ ખેડૂતોને કૃષિ ક્ષેત્રમાં નવી તકનિકીનો લાભ આપવાનો છે. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતીની અધ્યક્ષતામાં કાર્યક્રમની ઉજવણી કરાશે. ધારાસભ્યશ્રી રમેશભાઈ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કૌશિકભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.રાજ્યજિલ્લા અને તાલુકા કક્ષાએ બે દિવસીય રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમ પ્રસંગેપ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદઅધયતન ટેક્નોલોજી સાથેનું કૃષિ પ્રદર્શનપશુ આરોગ્ય મેળોખેડૂતો અને પશુપાલકોનું સન્માનતેમજ યોજનાકીય માહિતી અને લાભ વિતરણ કરાશે. જેમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓસંબંધિત વિભાગના અધિકારીઓકર્મચારીઓખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Share

Related posts

અંકલેશ્વરમાં મોહરમના પર્વ નિમિત્તે એ’ ડિવિઝન પોલીસ મથક ખાતે મુસ્લિમ બિરાદરો સાથે ખાસ બેઠક યોજાઈ*

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં સોયાબીનનાં બિયારણની અછતથી ખેડુતોનાં માથે ચિંતાનાં વાદળ ઘેરાયા છે.

ProudOfGujarat

રાજપીપલા ખાતે ગોસાઈજી મહારાજની શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!