Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના દીવા ગામમાંથી મગર પાંજરે પુરાયો વન વિભાગે રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી

Share

અંકલેશ્વર તાલુકાના દીવા ગામની સીમમાં એક મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મગરને કારણે લોકોમાં ફફડાટ ફેલાયો હતો,જેના પગલે ગ્રામજનોએ તાત્કાલિક સરપંચને જાણ કરી હતી ગ્રામજનો દ્વારા સરપંચ અઝીમા માંજરાને આ અંગે જાણ કરવામાં આવતા, તેમણે તરત જ વન વિભાગનો સંપર્ક કર્યો હતો. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને મારણ સાથે એક પાંજરું ગોઠવ્યું હતું, જેથી મગરને પકડી શકાય.ગોઠવેલા પાંજરામાં મગર ફસાઈ ગયો હતો. મગર પકડાયાના સમાચાર મળતા જ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પહોંચી મગરનો કબજો લીધો હતો અને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે, જેનાથી ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે.

Advertisement

Share

Related posts

સુરતમાં કિમ ચાર રસ્તા પાસે લકઝરી બસ ચાલકે બ્રેક મારતાં એક સાથે 10 વાહનો અથડાયા

ProudOfGujarat

“ક્લાસરૂમથી આંગણા સુધી: દરેક ભારતીય બાળકે સર્જક કેમ બનવું જોઈએ” પર સ્મૃતિ ઈરાની

ProudOfGujarat

નગરપાલિકા હદ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે ફરતી સિટી બસોને બંધ કરવા ભરૂચ જિલ્લા રિક્ષા એસોશિએશને ભરૂચ નગરપાલિકા પ્રમુખને આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!