Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratUncategorized

અંકલેશ્વરમાં પીરામણ ગામ નજીક અંડરબ્રિજ પાસે ટ્રક ફસાઈ

Share

ભારે વાહનો પર પ્રતિબંધ છતાં ટ્રક પ્રવેશતા એન્ગલ તૂટી,વાહનવ્યવહાર પ્રભાવિત

અંકલેશ્વરના પીરામણ ગામ નજીક રેલવે અંડરબ્રિજ પાસે આજે એક હાઈવા ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં અંડરબ્રિજ પર લગાવવામાં આવેલો એન્ગલ તૂટી પડ્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.અંકલેશ્વરના હવા મહેલથી પીરામણ ગામને જોડતા માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આ એન્ગલ લગાવવામાં આવ્યો હતો, જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે.આજે સવારે એક હાઈવા ટ્રક પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેની કેબિનનો ભાગ એન્ગલમાં ફસાઈ ગયો હતો.ટ્રક ફસાતા એન્ગલ તૂટી પડ્યો અને રસ્તા પર નમી ગયો હતો.આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. એન્ગલ તૂટી પડતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની અવરજવર પર અસર થઈ હતી.

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે નવનિર્મિત સબડિસ્ટ્રીકટ હોસ્પિટલનો ‘‘લોકાર્પણ’’ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

રાજપીપળામાં ત્રણ દિવસ લોકડાઉન : પ્રથમ દિવસે તમામ બજારો જડબેસલાક બંધ જોવા મળ્યા.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે બાકરોલ બ્રિજ પાસેથી બાઈક ચોરીમાં સંડોવાયેલા નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!