Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં થર્ટી ફર્સ્ટ પહેલાં જ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતાં 9 ઝડપાયાં

Share

જૂના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમા પોલીસે દરોડો પાડ્યો હતો
ભરૂચ.
ભરૂચના જૂના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ભરૂચ અંક્લેશ્વર અને સુરતના 9 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. ટીમે દારૂની 2 બોટલ સહિતનો મુદ્દામાલ જપ્ત તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેર જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઇને પોલીસ દ્વારા ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે શહેરના જિલ્લાના ફાર્મ હાઉસ પર પણ પોલીસની બાજ નજર છે. ઉપરાંત પોલીસે તેમના બાતમીદારોને પણ સક્રિય કર્યાં છે. ત્યારે ગઇકાલે સાંજના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, જુના તવરા રોડ પર આવેલાં ભગુકૃપા ફાર્મ હાઉસમાં કેટલાંક શખ્સોએ દારુની મહેફિલ જમાવી છે. જેના પગલે સી ડિવિઝન પીઆઇ ડોડિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સ્થળ પર દરોડો પાડતાં ફાર્મમાં પતરાના શેડની નીચે કુંડાળું વળીને 9જણા દારૂની મહેફિલ માણતા ઝડપાઇ ગયાં હતાં. ટીમે તેમની પાસેથી દારૂની બે બોટલો તેમજ  ચવાણાના પેકટ, પાણીની બોટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ નબીરાઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલાં આરોપીઓના નામ
પ્રથમ શંકર પટેલ – પટેલ ફળિયુ, મક્તમપુર
વિરાજ તેજસ પટેલ – અડાજણ, સુરત
હેત જયેશ ચૌહાણ – શ્રીનાથજી સોસાયટી, ઝાડેશ્વર રોડ
રાજ મહેશ પટેલ – પ્રજાપતિ ફળિયું, માંડવા, અંક્લેશ્વર
અનિલ ચંદુ ગામીત – અડાજણ , સુરત
આદિત્ય પ્રિતેશ ચૌહાણ – અતિથિ બંગ્લોઝ, ભોલાવ.
રીતિક રોહિત પટેલ – ઓમ સાઇંકૃપા સોસાયટી, ઝાડેશ્વર
મિહીર મુકેશ ગોહિલ- ગણેશનગર, મક્તમપુર
આદિત્ય મિનેશ માછી – અડાજણ સુરત

Share

Related posts

લોઢવાડ ટેકરા દાંડિયા બજાર વિસ્તાર માંથી વર્લી મટકાનો જુગાર રમાડતા ૨ જુગારીયા ઝડપાયા ….

ProudOfGujarat

વાપી-પારડીમાં ચોમાસામાં ધોવાયેલા માર્ગોનું નવીનીકરણ કરાશે.

ProudOfGujarat

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!