Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર : અકવાડા ગામે બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર.

Share

ભાવનગર શહેરના ઘોઘારોડ પર અકવાડા ગામે રહેતા અને નેચરોપેથી ની પ્રેક્ટિસ કરતો યુવાન પારીવારીક લગ્નપ્રસંગે પોતાના ઘરને તાળાં મારી લગ્નમાં જતાં અજાણ્યા શખ્સોએ બંધ મકાનના તાળાં તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૭,૨૦૦/-ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં યુવાને બી- ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે બી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ઘોઘારોડ પર અકવાડા ગામ નજીક સીતારામ હોસ્પિટલ પાછળ ચંદ્રપ્રકાશ રેસીડેન્સી-૨ પ્લોટનં-૪૭ માં રહેતા મૂળ મિઠીવિરડી ગામના અરવિંદ પ્રેમજી દિહોરા ઉ.વ.૩૦ ગત તા.૨૬, ૧૧ ના રોજ તેના ગામે કાકાના દિકરાના લગ્ન હોય આથી સહપરિવાર ઘરને તાળાં મારી મિઠીવિરડી ગામે ગયાં હતાં દરમ્યાન ગત તા.૧ લગ્નપ્રસંગેથી ડીસેમ્બરે ઘરે પરત ફરતાં ઘરના દરવાજાના તાળા તૂટેલા તથા રૂમમાં સરસામાન વેરવિખેર જણાયો હતો અને તિજોરી પણ ખુલ્લી જણાતા યુવાને તપાસ કરતાં કોઈ અજાણ્યા શખ્સો એ બંધ મકાનમાં ચોરી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ‘વંદે માતરમ @150 વર્ષ’ નિમિત્તે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો શરૂ

ProudOfGujarat

સુરતનાં ભરચક અવરજવરવાળા વરાછા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી બજાવતા ટીઆરબીના કર્મચારીઓ વાહનો અટકાવવા જતા એક ઓટો રીક્ષા પલ્ટી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ProudOfGujarat

વડોદરાની સેન્ટ્રલ જેલમાં વધુ એક કેદી મોબાઇલ ફોન સાથે ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!