Proud of Gujarat
GujaratFeaturedINDIA

સિંધી સમાજના બહેનો માટે ફ્રૂટ સરબત બનાવવા માટેની તાલીમ શિબિર

Share

 

ભાવનગર તા. ૧૭
ભાવનગર શહેરમાં વસતા સિંધી સમાજના બહેનો સ્વરોજગારી મેળવી શકે તેવા આશય થી શ્રી ઝુલેલાલ કૃપા ટ્રસ્ટ, સિંધુનગર દ્વારા ગુજરાત સરકારના બાગાયત વિભાગના સહયોગથી દરેક ફ્રૂટમાંથી સરબત બનાવવા માટેની વિના મુલ્યે તાલિમ શિબિર તા. ૨૦મી ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ દરમ્યાન બપોરના ૨.૩૦ થી ૫ દરમ્યાન રાજાઇ સમાજ હોલ, ઝુલેલાલ મંદિર પાસે, સિંધુનગર, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.
સરકાર માન્ય સર્ટિફિકેટ કોર્સ ની તાલીમ શિબિર માં જોડાવવા ઇચ્છતા બહેનોને પોતાના નામ તા. ૧૯ સુધીમાં રાજાઇ સમાજ હોલ ખાતે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૭ ના સમય દરમ્યાન નોંધાવી જવા સંસ્થાની યાદી માં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ૧૨ મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૨ નું ઉદ્ઘાટન ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલનાં હસ્તે કરાયું.

ProudOfGujarat

ભરૂચ : પાલેજ પંચાયતનાં ઉપસરપંચ તરીકે સલીમભાઈ વકીલની બિનહરીફ વરણી.

ProudOfGujarat

સુરતના સચિન વિસ્તારથી મળી આવેલી અસ્થિર મગજની મહિલાને 181 અભયમ દ્વારા માનવસેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવ્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!