Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાળંગપુરમાં હનુમાનજીને ફુગ્ગાના શણગાર સાથે મીઠાઈનો અન્નકૂટ ધરાયો.

Share

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હનુમાનજી દાદાના હરિભક્તો દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે અમાસ તેમજ શનિવારના રોજ રંગબેરંગી ફુગ્ગાનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. તેમજ અદભૂત શણગાર સાથે કાજુકતરી, બરફી, પેંડા, લાડુ જેવી વિવિધ મીઠાઈનો અન્નકૂટ ધરાવી મંગળા આરતી તેમજ શણગાર આરતી કરવામાં આવી હતી. હનુમાનજીને કરાયેલ અદભૂત શણગાર સાથેના દર્શન કરી હરિ ભક્તો એ આ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Share

Related posts

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો ૯ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

ProudOfGujarat

જામનગર-વિદ્યાસાગર ઇન્ફોટેક કોલેજની વિદ્યાર્થિની જૂડોમાં ઝળકી

ProudOfGujarat

લીંબડી બોરણા ગામે નેત્રમણી નેત્રયજ્ઞ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!