અંકલેશ્વરમાં ઘીના નામે શંકાસ્પદ ઓઇલનો મોટો જથ્થો ઝડપાયો, સુરતના ચાર શખ્સો પકડાયા : જીતાલીના યોગી એસ્ટેટ-2ના ગોડાઉનમાંથી 20,375 કિલો શંકાસ્પદ ઓઇલ જપ્ત; ‘પંચમ પૂજા ઓઇલ’ના લેબલ લગાવી 15 લીટરના ડબ્બામાં પેકિંગ થતું હોવાનો પોલીસનો ખુલાસો
અંકલેશ્વર : ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જીતાલી ગામની સીમમાં દરોડો પાડી શંકાસ્પદ ઓઇલ (ઘી)નો મોટો જથ્થો ઝડપી પાડ્યો...
