Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાના શહેરા નગરપાલિકાએ ૮૦ જેટલા દબાણો પર બુલડોઝર ફેરવતા ફફડાટ

Share


ગોઘરા,

શહેરાનગરમાં બસ સ્ટેશન વિસ્તારથી મૂખ્ય બજાર તરફ જવાના માર્ગ ઉપર કેટલાક દુકાનદારોએ દૂકાનોની આગળ પતરાના સેડ ખેચી દબાણો ઉભા કરી દીધા હતા જેના પગલે શહેરા નગરપાલિકા દ્રારા ૮૦ જેટલા આ રીતે દબાણ કરનારાઓ સામે અઠવાડીયા અગાઉ નોટીસ આપવામા આવી હતી અને દુકાનદારોએ દબાણો ન હટાવતા આખરે શહેરા નગર પાલિકાની ટીમે બે જેસીબી મશીન સાથે પોલીસ કાફલા સાથે દબાણો હટાવાની કામગીરી શરુ કરવામા આવી હતી.જોકે આ ઘટનાનુ કવરેજ કરતા એક વેબપોર્ટલના પત્રકાર સાથે એક વેપારીએ ઝીબાજોડી કરી હતી,જોકે ત્યારબાદ તે વાત સમજાતા તે વેપારી જતો રહ્યો હતો, પાલિકા ટીમે ૮૦ જેટલા દબાણો દુર કર્યા હતા.પાલિકાતંત્રનો મિજાજ પારખી ગયેલા વેપારીઓએ સ્વયંભુ દબાણો હટાવા લાગ્યા હતા.

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલા બસ સ્ટેશન,બજાર વિસ્તાર સહિતના વિસ્તારોમા આજે
શહેરાનગર પાલિકા તંત્રની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂકાનોની આગળ રહેલા દબાણો હટાવાની કામગીરી શરુ કરવામા આવી હતી.જોકે કેટલાક વેપારીઓએ ટીમ આવતાની સાથે જ સ્વેચ્છાએ દબાણો હટાવાની કામગીરી શરુ કરી દીધી હતી. પાલિકા સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર શહેરા નગરમા બજારમા પ્રવેશ કરવાના માર્ગે ઉપરની આસપાસ આવેલી કેટલીક દુકાનદારો દ્રારા દબાણો કરવામા આવ્યા હતા.શહેરા નગરના આવેલા બસ સ્ટેશન વિસ્તારથી મુખ્ય બજાર પ્રવેશ કરવાના માર્ગે કેટલાક વેપારી ઓ દ્વારા દબાણો કરવામા આવ્યા હતા.આ બાબતે શહેરા નગર પાલિકાના ૮૦ જેટલા વેપારીઓને દબાણ દુર કરવાની નોટીસો અઠવાડીયા પહેલા આપવામા આવી હતી જેમા દબાણો સ્વેચ્છાએ નિયત સમયમા હટાવાનુ જણાવામા આવ્યુ હતુ.એક અઠવાડીયાનો સમય આપ્યા હોવા છતા દબાણો દુર ન કરવામા આવતા નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત ટીમ દબાણના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્તના કાફલા સાથે પહોચી હતી.જેને લઇને નગરના વેપારીઓમા ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.દબાણના સ્થળેવેપારીઓને અને પાલિકાતંત્ર વચ્ચે થોડીવાર માટે ચકમક ઝરી હતી.વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે તહેવારો આવે છે ત્યારે જ પાલિકા કેમ દબાણો હટાવાનુ યાદ આવે છે, જ્યા મોટા દબાણો ગેરકાયદેસર શહેરા નગરમા થયા છે તે તોડવામા કેમ નથી આવતા ? તેવી પણ લોકોનીચર્ચાઓ મુખે પાલિકાતંત્રની હાજરીમા સંભળાતી હતી .નગરના બસ સ્ટેશન રોડથી બજારમા પ્રવેશ કરવાના માર્ગ ઉપર આવેલી દુકાનોના કેટલાક વેપારીઓએ પતરાના શેડ અને ઓટલા બનાવી દીધા હતા આથી તેને જેસીબી મશીન વડે તોડી પાડવામા આવ્યા હતા. બસ સ્ટેશન પાસે જજેમની દૂકાની આગળ દબાણ હતુ તે વેપારીએ કવરેજ કરતા પત્રકાર શુંટીગ ઉતારી રહ્યા હતા .ત્યારે દબાણોની શુંટીગ ની સાથે સાથે આ પણ મિડીયા મા બતાવો તેમ કહી ખુલ્લી ગટર ના પાણી બહાર આવી રહ્યા હતા તે બતાવા લાગ્યા હતા અને આનો પણ વિત્યારે પત્રકારને કહેવા લાગ્યા કે આ નગરપાલિકા સાફસફાઈ કરતી નથી જોકે આ બાબતે પત્રકારે વેપારીને જણાવ્યુ કે તમે આ અંગે નગર પાલિકાને રજુઆત કરો, અમને બાઇટ ઈન્ટવ્યુ તમારા પ્રતિભાવ તરીકે તે આપો ત્યારે લાગ્યો હતો અન્ય એક વેપારીએ પત્રકાર જોડે ઝીબાઝોડી કરવા
કરીને તુ સાહેબ થઇ ગયો છે ” તેમ કહેવા લાગ્યો
જોકે અન્ય બીજા એક વેપારીએ તે વેપારીને કહ્યુ કે ” આ તો પત્રકાર છે તે કવરેજ કરે છે ? તેમ કહેતા તે વેપારીને ભુલ સમજાતા જતો રહ્યો હતો.એક બાજુ પાલિકાતંત્રનો કડક મિજાજ જોઈને દુકાનદારોએ સ્વયં પતરાના શેડ જે દુકાનની આગળ દબાણ સ્વરુપે કર્યા હતા તે ખોલવા માડયા હતા.દબાણો દુર કરવાના પગલે શહેરાનગરમા પણ માહોલ પણ ગરમાયો હતો,

– શહેરાનગરમા દબાણોની સમસ્યા એક પડકાર

શહેરા નગરમા મૂખ્યમાર્ગથી મેઈન બજાર જવાના માર્ગ સુધી દબાણોની સમસ્યા વારંવાર સર્જાતી રહે છે,જે એક પડકાર રુપ છે.અહી ખાસ કરીને રાહદારીઓ અને વાહન ચાલકોને ખાસી એવી પરેશાનીનો સામનો કરવો પડે છે.ઘણીવાર બાઇકાઅથડાવાની ઘટનાઓને કારણે ચકમક પણ ઝરે છે.એક બાજુ રોડની વચ્ચોવચ પોતાની રોજી રોટી કમાવા માટે નાના વેપારીઓ લારીઓ લઇને ઉભા રહે છે. ત્યારે આસપાસની કેટલીક દુકાનોના વેપારીઓએ પતરાના શેડ ખેચીને રોડ સુધી દબાણો કરી નાખ્યા હોવાને કારણે રસ્તા પર અવરજવર મા ભારે મુશ્કેલી પડતી હોય છે.શનિવારે તો હાટ ભરાતી હોવાને કારણે અહી મોટી સંખ્યામા લોકો આવે છે.ઘણીવારતો ટ્રાફિક જામ જેવી પરિસ્થીતીનુ નિર્માણ થાય છે,એક બાજુ શહેરાનગર પાલિકાતંત્ર દ્વારા કરવામા આવેલી કામગીરીને શહેરાનગરની જાગૃત જનતાએ સરાહનીય ગણાવીને બિરદાવી છે,પણ નાની લારીઓ લઈને હાલ તો આજ રોડની આસપાસ ઉભા રહેતા લારીલઇ ફ્રુટ શાકભાજી વેચતા વેપારીઓને આર્થિક ફટકો પડયો છે તે પણ એક સત્ય છે. નાના લારી લઇને ઉભા રહેતા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી પણ જરુરી છે. આવીકામગીરી પહેલા પણ કરવામા આવી હતી પણ પરિસ્થીતી જેસે થે તેવી થઈ ગઈ હતી .હવે જોવાનુ એ પણ રહે છે કે પાલિકાતંત્ર હવે શુ પગલા લે છે! ?
શહેરામનગરમા હાલ તો આ દબાણો દુર કરતા હાલ તો રોડ જે બજારમા પ્રવેશવાનોછે તે હાલ તો ખૂલ્લો બન્યો છે.શહેરાના નગરજનો એ પણ રોડ ખુલ્લો થતા પાલિકાતંત્રની કામગીરીને બિરદાવી છે.


Share

Related posts

પ્રોજેક્ટ ઈમ્પ્લીમેન્ટ યુનિટ ભરૂચ વિભાગ દ્વારા લાખોનું કથિત કૌભાંડ મામલે ગાંધીનગર સુધી કરાઈ રજુઆત

ProudOfGujarat

૧૦ કરોડ ભાઈ…૧૦ કરોડ….દુષ્યાંતભાઈના ૧૦ કરોડ…ના નારા સાથે, આમ આદમી પાર્ટીએ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય દુષ્યંત પટેલના મોટા કાનવાળા બેનર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.

ProudOfGujarat

પાલીતાણા તાલુકાના ભંડારીયા અને વડાળ ના શેત્રુંજય કાઠે થી સિંહ નો મૃતદેહ મળી આવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!