Proud of Gujarat
FeaturedGujaratINDIA

લમ્પી વાયરસના કારણે જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ.

Share

લમ્પી વાયરસ રોકવા રસીકરણ અભિયાન પુરજોશમાં રાજ્યભરમાં ચાલી રહ્યું છે. જામનગર જિલ્લામાં કુલ 24 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની નાબૂદી માટે પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. અત્યારસુધીમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસ હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. પશુપાલન વિભાગ દ્વારા અલગ અલગ ટીમ બનાવી લમ્પી વાયરસ નાબૂદી માટે રસીકરણ અને જાગૃતિ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા તમામ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે કે, આ રોગના લક્ષણો તમારા પશુમાં જણાય તો પશુને અલાયદી જગ્યામાં રાખવા સૂચન કરાયું છે. આ સાથે જ તત્કાલિક સારવાર માટે 1962 હેલ્પલાઈન નંબર પર કે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા સૂચન કરાયું છે.

Advertisement

જામનગર તાલુકામાં 500 થી વધુ પશુની સારવાર અને 6 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જોડિયા તાલુકામાં 100 થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત ધ્રોલ તાલુકામાં 300 થી વધુ પશુઓની સારવાર અને 2 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. જામજોધપુર તાલુકામાં 40 થી વધુ પશુઓની સારવાર અને 1 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરાયું છે. આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરીએ તો લાલપુર તાલુકામાં 30 પશુઓની સારવાર, 1 હજારથી વધુ પશુઓનું રસીકર તેમજ કાલાવડ તાલુકામાં 10 પશુઓની સારવાર અને 3 હજારથી વધુ પશુઓનું રસીકરણ થયું છે.


Share

Related posts

નડિયાદ : ચકલાસીના શક્તિનગર પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

ભુપેન્દ્ર સરકાર 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરશે : સમયમર્યાદામાં કાર્યો પૂર્ણ ન થાય તો જવાબદાર અધિકારી સામે પગલાં લેવાશે

ProudOfGujarat

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠમા તબક્કાનો સેવાસેતુ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!