Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેરમાં કર્મકાંડી બ્રાહ્મણોને પણ આર્થિક સહાય પેકેજ આપવાની બ્રાહ્મણોએ માંગ કરી.

Share

છેલ્લા ત્રણેક માસથી સમગ્ર રાજ્યનાં કર્મકાંડી બ્રાહ્મણોની આર્થિક પરિસ્થિતિ કથળી જવા પામી છે, લોકડાઉન અને કોરોના મહામારીને કારણે મંદિરો, દેવાલયો સંપૂર્ણ બંધ છે,અને ધાર્મિક કાર્યો પણ બંધ હોવાથી કર્મકાંડી બ્રાહ્મણોની રોજગારી પણ બંધ છે,અને આગામી લાંબા સમય સુધી તેમની રોજગારી શરૂ થઈ શકે તેમ ન હોવાથી આ પરિવારોની આર્થિક સ્થિતિ દિનપ્રતિદિન બદતર થતી જાય છે. આથી આ મામલે લીંબડી ઔદીચ્ય બ્રહ્મ સમાજનાં આગેવાનોએ લીંબડી સેવા સદન કચેરીએ અજયભાઈ દવે, દિવ્યકાંતભાઈ દવે, નિમેશભાઈ ત્રિવેદી, પ્રણવ ઠાકર, દિનેશ ત્રિવેદી, જોગીન્દ્ર દવેએ દોડી આવી રજૂઆત કરી હતી અને કર્મકાંડ સાથે જોડાયેલા લીંબડી શહેરનાં તમામ બ્રાહ્મણનાં પરિવારોને આર્થિક સહાય મળી રહે તેવું વિશિષ્ટ પેકેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી હતી.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement :

Advertisement

Share

Related posts

જિલ્લા સ્તરીય કેમ્પ – “અનક્લેમ્ડ ફાઇનાન્શિયલ એસેટ્સ અભિયાન ( તમારી મૂડી, તમારો અધિકારનો ) કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વાહનો ચોરીનું રેકેટ ઝડપ્યું-ગેંગના ત્રણ આરોપીઓની કરી ધરપકડ …..

ProudOfGujarat

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!