Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ વિશ્રામ ગૃહમા સ્વ.માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી વિશ્રામ ગૃહ ખાતે તારીખ 2 ફેબ્રુઆરીના રોજ બપોરે 1:00 કલાકે માંગરોળના માજી ધારાસભ્ય સ્વર્ગસ્થ રમણભાઈ ચૌધરીની શ્રદ્ધાંજલિ સભા યોજાશે. તાજેતરમાં માંગરોળના માજી ધારાસભ્ય અને પૂર્વ પંચાયત મંત્રી રમણભાઈ ચૌધરીનું અવસાન થયું હતું જેથી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અગ્રણી નેતાના માનમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શ્રદ્ધાંજલિ સભામાં સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈ પટેલ તેમજ માંડવીના માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી સહિતના જિલ્લાના નેતાઓ હાજર રહી શ્રદ્ધાંજલિ આપશે સાથે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના કોંગ્રેસ કાર્યકરો આગેવાનો આ સભામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં પાલિકાએ 12 મકાનો તોડી નાંખતા રહીશોમાં રોષ.

ProudOfGujarat

રાજપીપલા ખાતે “કોન્કલેવ ઓન નેચરલ ફાર્મિંગ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીએનએફસી કંપનીમાં ૧૫.૮૨ લાખના બોગસ મેડિકલ બીલ કેસમાં પિતા-પુત્રની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!