Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના કપડવંજ રોડ પર અજાણ્યા વાહન ચાલકની ટક્કરે એકનું મોત

Share

ખેડા જિલ્લામાં આજરોજ  કપડવંજ-કઠલાલ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત નિપજ્યું છે. અમદાવાદ ખાતે નોકરી કરી પરત આવતી વખતે મોટરસાયકલ ચાલકને અકસ્માત સર્જાયો હતો. આ બાનવમા કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.

કપડવંજ શહેરના ફુલબાઈ માતા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા વર્ષીય દિનેશભાઈ કાળીદાસ પંચાલનો ૨૮ વર્ષીય પુત્ર અંકિત જે અમદાવાદના સરખેજમાં પ્રાઇવેટ ફાઈનાન્સ કંપનીમાં નોકરી કરે છ. ગઇકાલે સવારે તેઓ નોકરીએ જવા મોટરસાયકલ પર નીકળ્યા હતા અને મોડી સાંજ સુધી પરત ના ફરતા પરિવાર ચિંતામાં મુકાઇ ગયો હતો. તેવામાં અજાણ્યા વ્યક્તિએ અંકિતભાઈના પિતા દિનેશભાઈ પંચાલને ફોન કરી જણાવ્યું હતું કે આ વ્યક્તિનો કપડવંજ નજીક કઠલાલ રોડ પર મહમદપુરા પાસે એકસીડન્ટ થયેલ છે. તે સાંભળી દિનેશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તાબડતોડ દિનેશભાઈ સહિત તેમના પરિવારજનો બનાવ સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં મોટરસાયકલ રોડ ઉપર પટકાયેલી હાલતમાં અંકિતભાઈ લોહી લુહાણ હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઇ હતી તપાસ કરતા અંકિતભાઈનુ મૃત્યુ થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. આસપાસના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા વાહન ચાલકે અંકિતભાઈના મોટરસાયકલને ટક્કર મારી હતી જેના કારણે અકસ્માત સર્જાયો હતો. આ બનાવ સંદર્ભે દિનેશભાઈ એ અજાણ્યા વાહન ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ઝઘડિયા ખાતે અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ ચાલકનું મોત.

ProudOfGujarat

ઉચ્ચ-ગુણવત્તાવાળા શિક્ષણ તેમજ સસ્ટેનેબિલિટી, ટેક્નોલોજી અને ઇનોવેશ ક્ષેત્રે ભવિષ્યના કર્મચારીઓને તૈયાર કરવા યુપીએલની પ્રતિબદ્ધતા

ProudOfGujarat

કેવડિયા કોલોની ખાતે યોજાશે DGની બેઠક, ગૃહમંત્રી રાજનાથ સિંહ રહેશે હાજર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!