Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદમાં વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

Share

નડિયાદ ઈપ્કોવાલા હોલ પાસે શનિવારે સવારે ૧૧ કલાકે વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. નડિયાદ શહેર તથા જિલ્લાના લોકોએ પોતાના વિસ્તારના સળગતાં પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં  નગરમાં પાણીની સમસ્યા, રસ્તા, સ્ટ્રીટલાઇટ, ગટરના પ્રશ્નો સહિત વિગેરે પ્રશ્નો અંગેની રજૂઆતો કરી હતી. તેમજ,સરકારી કચેરીમાં ચાલતાં ભ્રષ્ટાચાર, નાણાંકિય વ્યવહાર, જમીન માપણી, યોજનાનો લાભ નહીં મળવા બાબતે વિગેરે સમસ્યાઓના પ્રશ્નો અંગે વસો, નડિયાદ, મહુધા વિગેરે તાલુકાના ગામોના લોકોએ જનમંચ પરથી રજૂઆત કરાઇ હતી. તેમજ લેખિત અરજી આપીને સમસ્યાના નિકાલ અંગે કોંગ્રેસના નેતાને આપી હતી. કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ મંચ પરથી થયેલી તમામ રજૂઆતોને કોંગ્રેસ સમિતિ દ્વારા જે તે સરકારી કચેરીમાં મોકલી આપીને તે પ્રશ્નાના ઉકેલ બાબતે સતત ઉઘરાણી કરીને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત પ્રશ્નોનું નિરાકરણ નહીં થાય તો આગામી વિધાનસભા સત્રમાં તે પ્રશ્નોની રજૂ કરવામાં આવશે તેમ અમિત ચાવડાએ જણાવ્યું હતું. આ પ્રસંગે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી ગોકુલ શાહ, તાલુકા અને જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

નડિયાદની ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે.

ProudOfGujarat

ભરૂચ શહેરના જનતા માર્કેટમાં આવેલ મોબાઈલ શોપ માં એલ સી બી પોલીસે દરોડા પાડી લાખ્ખો રૂપિયા ના બિલ વગર ના મોબાઈલ કબ્જે કર્યા હતા …….

ProudOfGujarat

આગની ઘટના વેળાએ ફસાયેલા વ્યકતિઓને શોધી કાઢે એવા 7.11 લાખની કિંમતના એક એવા સાત થર્મલ ઇમેજીંગ કેમેરા ફાયર ફાઇટીંગ ખરીદવાના કામને સ્થાયી સમિતિએ લીલીઝંડી આપી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!