Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં સોમવારે બનેલા અકસ્માતના બે અલગ અલગ બનાવમાં બે વ્યક્તિના મોત ત્રણને ગંભીર ઇજા

Share

 

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) નર્મદા જિલ્લામાં સોમવારે અકસ્માતના બે અલગ અલગ બનાવો બન્યા હતા.જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા જયારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.આ બન્ને અકસ્માત મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગરુડેશ્વર તાલુકાના અકતેશ્વર ગામના બે મિત્રો પૈકી નરેશ ઈશ્વર તડવી અને સંજય લક્ષમણ તડવી ગત રોજ નરેશની બાઈક નં.જી જે 22 જે 6497 લઈ તિલકવાડા વીજ કંપનીની કચેરીએ લાઈટ બિલ ભરી પરત ફરતા હતા.ત્યારે આલમપુરા ગામ પાસેના વળાંકમાં વળાંક લેવાના બદલે નરેશ તડવીએ પોતાની બાઈક સીધી સામેના ખાડામાં ઉતારી દેતા નરેશનું ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળેજ મોત થયું હતું.જયારે મિત્ર સંજયને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અકસ્માત બાબતે તિલકવાડા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
જયારે અકસ્માતના બીજો બનાવ મુજબ ડેડીયાપાડાના ત્રણ મિત્રો પૈકી ફરિયાદી જીગ્નેશ જાલમસિંગ વસાવા,નીતિન રૂપજી વસાવા અને જૈમિન અમ્રત વસાવા જીગ્નેશની બાઈક નં.જી જે 22 ઈ 7904 પર ડેડીયાપાડાથી ટિમ્બાપાડા તરફ જતા હતા.એ સમયે પુરપાટ ધસી આવેલી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર નં.જી જે 06 કેપી 5314 ના ચાલકે બાઈકને ધડાકાભેર ટક્કર મારી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઇજાઓને કારણે જૈમિન વસાવાનું મોત નીપજ્યું હતું.જયારે એની સાથેના અન્ય બે મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા એમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ મામલે જીગ્નેશ વસાવાએ ડેડીયાપાડા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે કોઈ પોઝિટીવ કેસ નહીં.

ProudOfGujarat

ખેડા જિલ્લાના તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની બેઠક યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર: નેશનલ હાઇવે ઉપર આર.ટી.ઓ અધિકારીઓએ ટ્રક ચાલકને માર માર્યો હોવાના આક્ષેપ.બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!