Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ : અનાજ કારીયાણાનાં વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો કરતા વેપારીઓ.

Share

ખાનગીમાં ચાલતા કેટલાંક કતલખાનાઓ તેમજ અન્ય દુકાનદારોનો વેપાર,સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામનો ખુલ્લેઆમ ભંગ વેપારીઓ – ગ્રાહકો સરેઆમ કરી રહ્યા છે. તો બિચારી પોલીસ શું કરે? નેત્રંગ ગામમાં કોરોના વાયરસને લઈને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ૨૧ દિવસનાં લોકડાઉનને લઈને આમ જનતાની હાડમારીને ધ્યાન પર રાખીને આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ પર સરકારે છુટ આપી હતી. ત્યારે ગામમાં હોલસેલમાં અનાજ કારીયાણાનો વેપાર કરતા કેટલાક વેપારીઓ કારીયાણાના વેપારની આડમાં ગુટકા,બીડી,તમાકુનો વેપલો ચાર ગણાથી કરતા હોવાનું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે. તો બીજી તરફ ગામમાં કેટલા ખાટકીઓ પર પ્રતિબંધ હોવા છતાં ધંધાનું સ્થળ છોડીને અન્ય જગ્યાઓ પર કતલખાનાનઓ ચલાવી રહ્યા છે. જ્યારે અન્ય ચીજવસ્તુનું વેચાણ કરતા દુકાનદારો પણ પાછલા બારણે પોતપોતાના ધંધો ધમધોકાર ચલાવી રહ્યા હોવાની રજુઆત પ્રજામાં સાંભળવા મળી રહી છે.કોરોના વાઈરસને લઈને પ્રધાનમંત્રી શ્રી મોદીજી દ્વારા ૨૧ દિવસના લોકડાઉન બાદ આજે ફરીથી પ્રજાના જનઆરોગ્ય સુખાકારી લઈને ૩મે સુધી લોકડાઉન લાબું જાહેર કરવામાં આવતા ગામના વેપારીઓથી લઈને આમ જનતામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. લોકડાઉનની જાહેરાત બાદ આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ પર સરકારે છૂટ આપતા નેત્રંગ ગામમાં હોલસેલમાં અનાજ કરિયાણાનો વેપારી કરતા કેટલાક વેપારીઓ આ ધંધાની આડમાં ગુટકા,બીડી, તમાકુનો વેપલો ચાર ગણા બમણા ભાવથી કરી રહ્યા હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. ગામમાં કતલખાનાઓ ચલાવવા બાબતે સરકારની મનાય હોવા છતાં પણ કેટલાક ખાટકીઓ પોતાના ધંધાનું સ્થાન છોડીને અન્ય જગ્યાઓ પર કતલખાનાઓ ધમધોકાળ ચલાવી રહ્યા છે. તેની સાથે સાથે ગામમાં અન્ય ધંધા રોજગાર કરતા દુકાનદારો પણ પોત પોતાની મેળે તંત્રની આંખમાં ધૂળ નાખીને પાછલા દરવાજે પોત પોતાનો ધંધો ધીકતો કરી રહ્યા છે.સોશિયલ ડિસ્ટન્સ અને જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ વહેપારીઓ તેમજ ગ્રાહકો દ્વારા સરેઆમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નેત્રંગ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ બાલકૃષ્ણ એસ. ગામીત તેમજ સ્ટાફ મિત્રો દ્વારા કોઈપણ જાતનો બળપ્રયોગ કર્યા વગર પ્રજાના હિતમાં સોશિયલ ડિસ્ટન્સનો તેમજ જાહેરનામનો અમલ શાંતિ પૂર્ણ રીતે કરે તેવા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ તેનો અમલ વેપારીઓ પ્રજા જાણી જોઈને કરી નથી રહી. નેત્રંગ ગામમાં આવેલ માર્કેટ સબ યાર્ડ ખાતે અન્ય અનઆવશ્યક ચીજવસ્તુઓનો વેપાર વેપારીઓ તંત્રની રહેમ નજર હેઠળ કરી રહ્યા છે.અનાજ કરિયાણાના હોલસેલના કેટલાક વેપારીઓ દ્વારા ગુટખા બીડી સિગરેટના ચાર ઘણા ભાવથી વેચાણ બાબતે લાગતા-વળગતા અધિકારીઓનું ધ્યાન દોરવા છતાં પણ કોઈપણ જાતના પગલાં ભરવામાં આવ્યા નથી.તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓની હેરાફેરી માટે આડેધડ ફાળવવામાં આવી રહેલ વાહન પાસને લઈને વાહન ધારકો દ્વારા મેઈન ગ્લાસ પર પાસ લગાવીને અન્ય ચીજવસ્તુઓની હેરાફેરી કરતા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. આ બાબતે તંત્ર દ્વારા દરેક વાહન ધારકોના પાસ ક્યાં વિસ્તારનો તેમજ કઈ ચીજવસ્તુની હેરાફેરી બાબતે આપવામાં આવેલ છે.તેનું કડક હાથે ચેકીંગ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેમ છે. તેવુ પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ખાતે નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વરની એમ ટી એમ ગર્લ્સ સ્કૂલમાં અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વરના ઉમરવાડા ગામ રોડ ઉપર આવેલ મરકઝી સોસાયટીમાં વાહન ચોર ત્રણ બાઈકોની ચોરી કરી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!