Proud of Gujarat
FeaturedEntertainmentGujarat

પાલેજમા બહુરૂપીએ ગાંડાનો રોલ આબાદ રજુ કરી સૌ કોઈને ચકિત કર્યા…

Share

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ તા.25/06/19

પાલેજમા મહારાષ્ટ્રીયન કલાકાર દર વર્ષે બહુરૂપીનો ખેલ ભજવી રહ્યા છે અને અહીં બાળકોમા આ કલાકાર ખૂબ લોકપ્રિય પણ છે. દર વર્ષે વિવિધ વેશભૂષા ધારણ કરી નગરજનોનું મનોરંજન કરનાર આ મહારાષ્ટ્રીયન કલાકાર પોતાની જાતે જ પરિધાન પણ કરે છે.પોતે વહેલી સવારે ઉઠી મેકઅપ થી માંડી વિવિધ ડ્રેસ પહેરી પાલેજની ગલીએ ગલીએ ફરી લોકોને મનોરંજન પૂરું પાડે છે.આજરોજ પાલેજ નગરમાં બહુરૂપીનાં વેશમાં ગાંડાનું પાત્ર આબેહૂબ રજૂ કર્યું હતું. ભુલાય રહેલી બહુરૂપી કળા હજુ પણ દૂર-દૂર કેટલાક કલાકરોમાં વસી રહી છે અને આ કલા જ એમના જીવનનો ભાગ બની ગયો છે.તેમજ આવકનું મુખ્ય સ્ત્રોત બની રહેલ છે. દર વર્ષે અનેક બહુરૂપી પાત્રો રજૂ કરી ગ્રામજનોનું ખાસ કરીને બાળકોનું મનોરંજન આ કલાકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાલેજ નગરજનો દ્વારા અંતે બહુરૂપીનો ખેલ કરતા આ મહારાષ્ટ્રીયન કલાકારને પ્રોત્સાહિત રોકડ રકમ આપવામાં આવે છે.

Advertisement


Share

Related posts

ભરૂચના નબીપુર – ઝનોર માર્ગ પર થયેલ લૂંટના ગુનાનો માસ્ટર માઇન્ડ આરોપી ચેન્નાઇમાં લૂંટ કરે તે પહેલાં મુંબઈથી ઝડપાયો

ProudOfGujarat

નેત્રંગમાં બે અલગ અલગ સ્થળેથી જુગાર રમતી ત્રણ મહિલા સહિત 11 જુગારીઓ ઝડપાયા

ProudOfGujarat

સુરત પીપલોદ વિસ્તારમાં રાત્રે જન્મ દિવસની પાર્ટીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ પાડી યુવકોને ઝડપી પાડવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!