Proud of Gujarat
FeaturedGujarat

પાનોલી: સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ…

Share

દિનેશભાઇ અડવાણી

પાનોલી જી.આઈ.ડી.સી.ની સનફાર્મા કંપની દ્વારા કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસની જમીનો સાથે વાતાવરણને પ્રદુષિત કરતા લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી ની કેટલીક બેજવાબદાર કંપનીઓ વરસાદી વાતાવરણમાં હવા,પાણી સહિતના પ્રદુષણ ફેલાવવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. ત્યારે બે દિવસથી પાનોલી જી.આઈ.ડી.સીમા વરસાદી વાતાવરણ વચ્ચે સનફાર્મા કંપની દ્વારા છુપી રીતે કેમિકલ યુક્ત પાણી બહારની બાજુએ છોડી મુક્યું હતું.જે કેમિકલ યુક્ત પાણીની જાણ ખરોડ ગામના રહીશોને થતા તેઓએ તાત્કાલિક સ્થળ પર આવી જઈ કેમિકલ યુક્ત પાણી અંગે જી.પી.સી.બી.ના અધિકારીને જાણ કરી હતી.જેને પગલે જી.પી.સી.બી ની ટીમ ત્વરિત સ્થળ પર દોડી આવી પાણીના નમુના લેવાની તજવીજ હાથ ધરી હતી. અવારનવાર હવા અને કેમિકલ યુક્ત પાણી છોડી આસપાસના વિસ્તારોને પ્રદુષિત કરતા આવા બેજવાબદાર ઉદ્યોગો સામે જી.પી.સી.બી.ક્લોઝર નોટીસ ફટકારી તેઓ સામે કડક પગલા ભરે તેવી માંગ કરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા મોપેડને નુકસાન પહોંચ્યું છે.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ ભરતીનો પ્રારંભ થવાથી પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉમટી પડેલ મહિલા ઉમેદવારો.

ProudOfGujarat

નડિયાદ મહુધા પાલિકાનું રૂ. ૯.૦૯ કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!