Proud of Gujarat
FeaturedGujaratINDIA

બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસી એક ચિંતાનો વિષય લોકડાઉનમાં બેકાર બનેલા શ્રમિકોની વતન વાપસીની મજબુરી.

Share

દેશમાં કોરોના વાયરસને કાબુમાં લેવા સરકાર દ્વારા ત્રણ તબક્કામાં લોકડાઉન લાગુ કરાયું. હવે કેટલીક છુટછાટોની શરતે લોકડાઉન ૪ નો પણ અમલ કરાશે તેવી શકયતાઓ જણાય છે. લોકડાઉનના કારણે દેશભરના વિવિધ ઔધોગિક એકમો, કંટ્રકશન ક્ષેત્ર જેવા કામદારો માટેના રોજગારલક્ષી માધ્યમો બંધ થતાં તેના દ્વારા રોજગારી મેળવતા કામદારો બેકાર બનતા સમસ્યાનું નિર્માણ થયુ છે. ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા આ લોકો પૈકી મોટાભાગના કામદારો શ્રમિક વર્ગના છે. કામગીરી કરતા શ્રમિકોની હાલત દયનિય બની છે. શ્રમિકોનો રોજગાર બંધ થતાં ભુખે મરવાનો વારો આવતા શ્રમિકોને વતનમાં જવાની નોબત આવી. છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના શ્રમિકો પગપાળા પ્રવાસ કરવા મજબુર બન્યા હોવાના દ્રશ્યો પણ દેખાયા હતા.જાણવા મળ્યા મુજબ હજારોની સંખ્યામાં શ્રમિકોએ નાના બાળકો તેમજ સામાન ઉંચકીને પગપાળા લાંબા અંતરનો પગપાળા પ્રવાસ કરવો પડયો હતો.અત્યારે લોકડાઉન ચાલે છે ત્યારે ઠેર ઠેર જાહેર માર્ગો પર પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે.પગપાળા વતનની વાટ પકડતા કેટલાક શ્રમિકો જાહેર માર્ગો પર થઇને જઇશુ તો પોલીસનો માર ખાવો પડશે એવો ડર અનુભવીને જાહેર માર્ગો છોડીને રેલ્વે ટ્રેક જેવા રસ્તાઓ પર થઇને પણ પગપાળા પ્રવાસ કરતા હોવાની લોક ચર્ચાઓ પણ ઉઠવા પામી છે. એક તરફ પોલીસ લોકડાઉનનું કડકપણે પાલન કરાવી રહી છે ત્યારે જાહેર માર્ગો પરથી પસાર થતા મજબુર શ્રમિકોને પોલીસના દંડાની ધાક કેમ લાગતી હશે? એવો સવાલ પણ મજબુર શ્રમિકોની હાલતને વધુ દયનિય બનાવે છે. જોકે કેટલાક શ્રમિકો જાહેર માર્ગો પર પણ પગપાળા પ્રવાસ કરતા દેખાઇ રહ્યા છે.આ દરમિયાન કેટલીક સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી યુવાનો દ્વારા શ્રમિકોને નાસ્તો,પાણી,ભોજન પણ અપાયા હતા.જેમ જેમ લોકડાઉનમાં વધારો થયો તેમ તેમ ધોરીમાર્ગો,ગ્રામિણ ક્ષેત્રોના આંતરિક માર્ગો તેમજ અન્ય માર્ગો પર સેવા કરતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાની લોકલાગણી પણ જોવા મળે છે.એક તરફ શ્રમિકોને રોજીરોટી નહિ મળતા પોતાના જીવનની પરવા કર્યા વિના પગપાળા પોતપોતાના વતન તરફ રવાના થતા રાજ્યના ઉદ્યોગો પણ મરવાના વાંકે ધીમી ગતિએ ચાલી રહ્યા છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ કંપનીઓને પણ શ્રમિકો વગર માથે હાથ દઇને રડવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર,પાનોલી,ભરૂચ જેવા શહેરોમાં જી.આઇ.ડી.સી વિસ્તારોમાં રાજ્યમાં તેમજ પરપ્રાંતમાં માલના દાગીના મોકલતી અસંખ્ય ટ્રાન્સપોર્ટ કંપનીઓ છે.તેમને પણ હાલ શ્રમિકો વગર પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની વાતો સામે આવી છે. કોરોના વાયરસને કાબુમાં લેવા લોકડાઉન જરૂરી તો હતું જ,પરંતું સરકાર દ્વારા બહાર પડાતા નોટીફીકેશન શ્રમિકો સુધી કેમ નથી પહોંચતા એ પણ એક ચિંતાનો વિષય ગણાય છે.જાણવા મળ્યા મુજબ કેટલાક રાજયોમાં તો હજારોની સંખ્યામાં શ્રમિકો રેલવે સ્ટેશનો પર પહોચી ગયા હતા, અને સ્થાનિક તંત્રની ભારે સમજાવટ બાદ પોતપોતાના નિવાસોએ પરત ફર્યા હતા. રહી વાત ગુજરાત રાજ્યની,તો વિવિધ ઔધોગિક એકમો, કંપનીઓ,ટ્રાન્સપોર્ટ કંપનીઓ,કન્ટ્રકશન ક્ષેત્રો,વગેરે સ્થાનોએ કામગીરી કરતા શ્રમિકો વગર ગુજરાત રાજ્ય ફરી ક્યારે ધબકતુ થશે તેવો સવાલ પણ તાકીદે જવાબ માંગી રહ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ.

Advertisement

Share

Related posts

કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર…

ProudOfGujarat

ભરૂચની સિવિલ હોસ્પિટલમાં જિલ્લામાં કોવિડ હોસ્પિટલની વિગતો દર્શાવતી સ્ક્રીન મૂકવામાં આવી.

ProudOfGujarat

ઝઘડિયા : ગેરેજમાંથી લોખંડ, એલ્યુમિનિયમના જુના સ્પેરપાર્ટની ચોરી થતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!