Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલ ઔધોગિક વસાહતમાં કામ કરતા પરંતુ દ્વારા છેલ્લા બે દિવસથી પોતાના વતન જવા માટે જોલવા ચોકડી નજીક ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બે દિવસથી જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા છતાં બેકાબુ બનેલા પરપ્રાંતીઓ દ્વારા ફરીથી જોલવા ચોકડી નજીક ચક્કાજામ કર્યો હતો અને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ સંદર્ભે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડયા હતા. જોકે આ મામલે જિલ્લા પોલીસ વડાની સુચનાથી પોલીસ ઉપર હુમલો રાયોટિંગ લોકડાઉનનાં નિયમોનો ભંગ સહિતની કલમ મુજબ દહેજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરના સુરવાડી રેલ્વે ઓવરબ્રિજ પરથી પટકાતા યુવાનનું રહસ્યમય મોત..

ProudOfGujarat

નડિયાદ પાસે બંધ પોલ્ટ્રી ફોર્મમાં પોલીસે દરોડો પાડી ૨૫.૧૮ લાખનો દારૂ જપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચમાં બહુજન સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 132 મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!