Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી ગામે ધોધમાર વરસાદ વરસતા વિજ થાંભલો કોતરડીમાં તણાયો વિજ વિભાગના કર્મચારીઓએ ઝહેમત ઉઠાવી રિપેરિંગની કામગીરી કરી

Share

ગુલામ હુશૈન ખત્રી રાજપારડી 23-09-19

ઝઘડીયાના રાજપારડી ગામે ગઇકાલે સાંજે સાંબેલાધાર ભારે વરસાદ ખાબકતા વરસાદી નદી નાળાઓમાં પુરની પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ હતુ ત્યારે રાજપારડીમાંથી પસાર થતી નાની કોતરડીમાં વરસાદી પાણી ભારે પ્રવાહમાં આવતા કોતરડીની નજીક આવેલ વિજ થાંભલો આકસ્મિક તણાયો હતો વિજ થાંભલો તણાતા પિપદરા,કૃષ્ણપરી,વણાકપોર તેમજ રાજપારડી નગરના અડધા વિસ્તારમાં વિજળીનો પ્રવાહ બંધ થવા પામ્યો હતો વિજળી વિભાગને વિજ થાંભલો તણાયાની માહિતી મળતા વિજળી કંપનીના અધિકારીઓ સહિત કર્મચારીઓનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોચ્યો હતો અને નગરમાં અન્ય વિજરેષાઓમાં પ્રવાહ હોઇ તેવા વિજ રેષાઓમાં કનેક્ટ કરીને તુરંત રિપેરિંગ કામ હાથ ધર્યુ હતુ જેના પગલે ટુંક સમયમાં વિજળીનો પ્રવાહ રાબેતા મુજબનો થયો હતો વિજળી કંપનીના કર્મચારીઓએ મોડી રાત સુધી રિપેરિંગ કામ કરતા લોકોને આખી રાત વિજળીના પ્રવાહ વગર અંધારા ઉલેચવામાંથી મુક્તિ મળીછે વધુમાં મળેલ વિગતો મુજબ આ ઘટનાના બીજા દિવસે તણાયા વિજ થાંભલાની જગ્યા નવા વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ હોવાની વિગતો પ્રાપ્‍ત થવા પામીછે

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લા કલેકટર સુજલ મયાત્રા દ્વારા વન વિસ્તારનાં ધાનપુર – ડુંગરવાંટ પ્રથમ વાઇલ્ડ એનિમલ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 

ProudOfGujarat

ભરૂચ : હાથરસ દુષ્કર્મનાં આરોપીઓને પકડી પાડવા મહિલા કોંગ્રેસનો અનોખો પ્રયત્ન…જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : વાગરાના ધારાસભ્ય અરૂણ સિંહ રણાએ ભાડભુત બેરેજ યોજનાને લઇ કરી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!