Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદાના જેતપુર ગામની આદીવાસી યુવતી પર થયેલ બળાત્કારનાં વિરોધમાં આમ આદમી પાર્ટીએ જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું.

Share

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેતપુર ગામની ૩૦ વર્ષીય આદીવાસી યુવતીએ નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા પછી નર્મદા જિલ્લાના રાજકારણમા ખળભળાટ મચી ગયો છે. જોકે ફરિયાદનોંધાયાના ૭૨ કલાક છતાં હિરેન પટેલની ધરપકડ અંગે અનેક અટકળો રાજકીય વર્તુળો અને આમ જનતામા વહેતી થઈ ગઈ છે. જોકે નર્મદા જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલે તાત્કાલિક અસરથી હિરેન પટેલને હોદ્દા પરથી દૂર તો કરી દીધા છે પણ ભાજપા પાર્ટીને લાગેલું કલંક દૂર થયું નથી અને વિરોધ પક્ષનો વિરોધ શમતો નથી.

તો બીજી તરફ આ ગંભીર મુદ્દાને વિરોધપક્ષને મોટો રાજકીય મુદ્દો મળી ગયો છે. આ મુદ્દો રાજકીય વર્તુળોમા ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને નર્મદા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ એનો જબરદસ્ત વિરોધ કર્યો છે. બન્ને પાર્ટીના આગેવાનોએ પીડિતા અને પરિવારની મુલાકાત લીધી છે. અને પીડિતાને સાંત્વના આપી નર્મદા પોલીસ સમક્ષ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તો બીજી તરફ આરોપી હિરેન પટેલ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસની ધરપકડથી બચવા હાલ ભૂગર્ભમા ચાલ્યા ગયા હોઈ વિરોધ પક્ષ તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરી તેને કડક શિક્ષા કરવાની માંગ કરી છે.

બીજી બાજુ રાજયસભાના સાંસદ નારણ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રીપ્રફુલ પટેલ, નર્મદા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્ર વાળંદ, મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પીડિત યુવતીની મુલાકાત લઈ એને સાંત્વના આપી હતી. રાજ્યસભા સાંસદ નારણ
રાઠવાએ તો ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા ભાજપના હોદ્દેદાર હિરેન પટેલે ગરીબ આદીવાસી યુવતીઉપર બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હોવા છતાં ભાજપના શાસનમાં એને પકડવાના પ્રયત્ન થતા નથી. ભૂતકાળમાં ગુજરાતમાં ભાજપના હોદ્દેદારો દ્વારા બળાત્કાર કર્યાના અનેક બનાવો સામે આવ્યા છતાં ફરિયાદનો નિકાલ થતો નથી. ભાજપના મહિલા સશક્તિકરણ અને બેટી બચાઓ બેટી પઢાઓના દાવાકાગળ પર રહી ગયા છે. આદીવાસી વિસ્તારમાં ભાજપના લોકો દુષ્કર્મ કરી આદીવાસી દીકરીઓને બદનામ કરે છે. મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈ પોલીસ અધિકારીઓને આરોપીને પકડવાની સૂચના આપે. સરકારી તંત્ર ભાજપના ઈશારે ધરપકડ કરતા નથી. કોંગ્રેસ આ મુદ્દે લડાયક મૂડમાં છે.

Advertisement

તો બીજી તરફ આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે સામે આવીને આક્રમક બની છે. આમ આદમી પાર્ટીના આગેવાનોએ પણ જેતપુર ખાતે દુષ્કર્મનો ભોગ બનેલી પીડિત દિકરી તથા તેના પરિવારની મુલાકાત લીધી હતી અને તેના પરિવાર સમક્ષ દુઃખની લાગણી વ્યકત કરી જણાવ્યું હતું કે આવા શરમ જનક કૃત્યથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. બેટી બચાઓ બેટી પઢાઓની વાતો કરનારા ભાજપના નેતાઓ દ્વારા જ આવા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે. જેથી પીડિત પરિવારને ન્યાય મળી રહે તે માટે નર્મદા જીલ્લા પોલીસ વડાની કચેરીમાં જઈ નિષ્પક્ષ તપાસ થાય અને સખત કાર્યવાહી કરવા માટે આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આવેદનમા પિડીતાને ન્યાય તેમજ સુરક્ષા મળે તે બાબતે આમ આદમી પાર્ટીએ રજુઆત કરતા જણાવ્યું છે કે હાલમાં નર્મદા જિલ્લા ભાજપા ઉપ-પ્રમુખ હિરેન પટેલ દ્વારા ગામ જેતપુર તાલુકો તિલકવાડાની આદિવાસી યુવતી ઉપર બળાત્કાર કરી તેમના કુટુંબીજનોને મારી નાખવાની ધમકી આપેલ હોય તેના અનુસંધાનમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના દરેક કાર્યકર્તા પિડીતાને તથા તેમના પરીવારને સુરક્ષા મળે અને આરોપીને વહેલી તકે સખ્ત સજા મળે જેનાથી ભવિષ્યમાં કોઇ પણ વ્યક્તિ આવું કૃત્ય ના કરે તેવી માંગ જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પી ગોહિલે કરી છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

તાપી જિલ્લામાં આગામી 24મીએ વર્ચ્યુઅલ યુવા કલા મહોત્સવનું કરાયું આયોજન

ProudOfGujarat

છોટાઉદેપુર : ધમોડી ગામમાં ખૂનના ગુનાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

ગોધરા શહેરમાં સવારથી મેહુલિયો જામ્યો : વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!