Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા ખાતે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ પાંચ જરૂરિયાત મંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું.

Share

આજે “નોંધારાનો આધાર “પ્રોજેક્ટ હેઠળ રાજપીપલા ખાતે પાંચ જરૂરિયાત મંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી કે ડી ભગત, નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને “નોંધારાનો આધાર “પ્રોજેક્ટના સદસ્ય ” ઘનશ્યામભાઈ પટેલ તથા નોંધારાનો આધાર પ્રોજેક્ ના સદસ્યો દીપકભાઈ જગતાપ, કમલેશભાઈ પટેલ, ગુંજનભાઈ મલાવીયા, તેજસભાઈ ગાંધી વગેરે સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિમાં આ પાંચ જેટલી કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં અને ગુજરાત બહાર અન્ય જિલ્લાઓમાં પણ નર્મદા જિલ્લાનો નિરાધાર અને ગરીબો માટેનો માનવતાવાદી ઉમદા પ્રોજેક્ટ નોંધારાનો આધાર આ પ્રોજેક્ટ હવે સામાન્ય ગરીબ આધાર લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે. નર્મદા જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અને નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્યામભાઈ પટેલ અને તેમની ટીમ તથા એનજીઓ એનજીઓ સંસ્થાઓના સહયોગથી સફળતાપૂર્વક આગળ ચાલી રહેલો આ પ્રોજેક્ટ હવે ગરીબ અને નિરાધારોની રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે. રાષ્ટ્રના પ્રવાહમાં આ વર્ગો પણ જોડાઈ જાય તે માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે જેના ભાગરૂપે આજરોજ રાપીપળા ખાતે પ્રાંત અધિકારી કચેરી પાસે સખીમંડળની બહેનોને પાંચ જેટલી હાથલારી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે જે ગરીબ અને નિરાધાર લોકો છે એવા લોકોને રોજગારી મળે અને તેઓ આત્મનિર્ભર બને એના માટે આ નોંધારાનો આધાર પ્રોજેક્ટની યોજના છે જે અંતર્ગત આજે જરૂરિયાતમંદોને પાંચ જેટલી લારીઓ આપી છે જેનો મુખ્ય ઉદ્દેશ આ લોકોને પગભર બનાવવાનો છે. આ બે લારીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ઊભી રહેશે. કચેરીના કામગીરી માટે આવતા લોકોને તાજા પૌષ્ટિક નાસ્તાની સગવડતા મળશે અને આ લોકોને એનાથી રોજગારી મળશે.

Advertisement

આ પ્રસંગે નોંધારાનો આધાર પ્રોજેક્ટના સદસ્ય દીપકભાઈ જગતાપે જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ હવે નિરાધાર અને ગરીબ લોકોને રોજગારી આપવા તરફ વળ્યો છે આવા લોકોને હવે રોજગારી પણ મળતી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્નું આ પ્રોજેક્ટ હેઠળ સાકાર થતું જણાતું હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સદસ્ય કમલેશભાઇ પટેલે પણ જણાવ્યું હતું કે વધારાનો આધાર પ્રોજેક્ટ હવે બીજા સ્ટેજમાં રોજગારી આપવા તરફ આગળ વધી રહ્યો છે જેમાં આવી લારીઓનું વિતરણ કરવાથી નિરાધાર ગરીબોને રોજગારી મળતી થઈ જશે. આ લોકો પોતાની કેન્ટીન લારી ઉપર ચા નાસ્તો જાતે બનાવી વેચશે અને સારી એવી રોજગારી મેળવતા થઈ જશે.

જ્યારે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ ગુંજનભાઈ મલાવિયાએ જણાવ્યું હતું કે નોંધારાનો આધાર પ્રોજેક્ટ ગરીબો અને નિરાધાર માટે આશીર્વાદરૂપ પુરવાર થયો છે. આજે જરૂરિયાતમંદોને લારીઓનું વિતરણ કર્યું છે એનાથી લાભાર્થીઓ રોજગારી મેળવવાનો પોતાના પગ ઉપર ઊભા રહેવાનું આત્મસંતોષ આત્મસન્માન પણ મેળવશે.

આદિજાતિ વિકાસ વિભાગ પ્રાયોજના વહીવટદારની કચેરી ટ્રાઇબલ એરીયા સપ્લાન રાજ પીપલા, જી.નર્મદાના સહયોગથી ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ આ કેન્ટીન લારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

તારીખ 8મીની વહેલી સવાર દરમ્યાન  અજાણ્યા ઈસમેં જનરામ મુન્શી પર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. 

ProudOfGujarat

અંકલેશ્વર ખાતે બકરા ચોરી પલાયન થયેલ ગેંગના બે આરોપીઓને અમદાવાદના વટવા ખાતેથી પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!