Proud of Gujarat
FeaturedGujaratINDIA

સિંચાઇ યોજનાનું કામનું નિરીક્ષણ કરી આદિવાસી સમાજને સિંચાઇની સુવિધા મળે તે માટે વેગ આપતા પૂર્વ કેબિનેટ મંત્રી.

Share

તાપી, કરજણ લિંક સિંચાઈ યોજના 750 કરોડની યોજનાના કામનું નિરીક્ષણ પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાએ કર્યું હતું. તેમની સાથે સાંસદ ભરૂચના મનસુખભાઇ વસાવા, પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીલાલભાઈ વસાવા (ડેડીયાપાડા), સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા, શંકરભાઈ વસાવા, ડેડીયાપાડા તાલુકા ભાજપા ડેડીયાપાડા જોડાયા હતા.

ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજને સિંચાઈ માટેની સુવિધા મળે અને આદિવાસી સમાજ ખુબ પ્રગતિ કરે એના માટે તમામ લોકો સાથે જાત નિરીક્ષણ કર્યું હતું અને, સિંચાઈ વિભાગના અધિકારી તેમજ એલ. એન.ટી કંપનીના એન્જીનીયર સાથે સ્થળ પર મિટિંગ કરી જલ્દીથી જલ્દી કામ પૂર્ણ કરે તેવી સૂચનાઓ આપી મંત્રી ગણપતસિંહ વસાવાએ આપી હતી.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં આક્રોશ, ભરૂચ ખાતે ક્ષત્રિય બહેનોએ વડાપ્રધાન મોદી ને લખ્યા હજારો પોસ્ટ કાર્ડ, રૂપાલા ની ટિકિટ રદ કરવા કરી માંગ

ProudOfGujarat

ભરૂચના નંદેલાવ નજીક મઢુલી સર્કલ પાસે આઇસર ટેમ્પોમાં આગ લાગતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહિ ..!!

ProudOfGujarat

ભરૂચમાં હજ યાત્રિકો માટે વિશાળ વેક્સિનેશન કેમ્પ યોજાયો, 500થી વધુ યાત્રિકોએ લીધો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!