Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ૧૧ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૨૧ એ પહોંચ્યો.

Share

નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શનિવારે નવા ૧૧ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૧૧ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળામાં પાઈગા પો.લાઈન ૦૧, હાઉસિંગ બોર્ડ ૦૧, નાંદોદના કરાઠા ૦૧ વરખડ ૦૧, અમલેથા ૦૨ ગરુડેશ્વરના કેવડિયા કોલોની ૦૨, ડેડીયાપાડામાં સોલિયા ૦૧, ડેડીયાપાડા પો.લાઈન ૦૧ અને સાગબારાના સેલંબા ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૧૧ દર્દી પોઝિટિવ નોંધાયા છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૩૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશનમાં ૦૮ દર્દીઓ દાખલ છે. આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૭૨૧ પર પહોચ્યો છે. આજે વધુ ૪૮૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

રિપોર્ટર. આરીફ જી કુરેશી
રાજપીપળા નર્મદા જિલ્લા.

Advertisement

Share

Related posts

દહેજ નજીક જોલવા-વડદલા ગામે ગેરકાયદે ગેસ રિફીલિંગ કરતાં બે ઝબ્બે

ProudOfGujarat

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

ProudOfGujarat

નર્મદામાં ઇ-ટેન્ડર પ્રથા બંધ કરી સરપંચને થતો અન્યાય બંધ કરવા નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા ની C.M.ને રજુઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!