Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ઉમરપાડા તાલુકાનાં નિવૃત્ત શિક્ષકોનો સન્માન સમારોહ બી.આર.સી ભવન માંગરોલ મુકામે યોજાયો.

Share

સુરત જિલ્લા પંચાયત પ્રેરિત અને તાલુકા પંચાયત માંગરોલ, ઉમરપાડા આયોજિત નિવૃત શિક્ષકોનો સન્માન સમારોહ બી આર સી ભવન માંગરોલ મુકામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અઘ્યક્ષ સામસીંગભાઇ વસાવાની અઘ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મૃત્યુ પામેલ આપણા દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, અન્ય શિક્ષકો માટે બે મિનિટનુ મૌન પાડવામાં આવેલ હતુ. સ્વાગત પ્રવચન માંગરોલના ટી.પી.ઈ ઓ કેતનભાઈ ચૌધરીએ કરેલ હતુ. આ કાર્યક્રમમાં માંગરોલ તાલુકા વિકાસ અધિકારી દિનેશભાઇ પટેલ, સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અઘ્યક્ષ સામસીંગભાઇ વસાવા, ટી.પી.ઈ ઓ કેતનભાઈ ચૌધરી, માજી સિંચાઈ સમિતિ અઘ્યક્ષ શાંતિલાલ ભાઈ વસાવા, મોહનસિંહ ખેર, માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અશ્વીનસિંહ વાંસીયા, મહામંત્રી બાબુભાઇ ચૌધરી, સુરત જિલ્લા સંઘના ઉપ પ્રમુખ ઇમરાનખાન પઠાણ, નાની નરોલીના કે. શી. મનહરભાઈ પરમાર, રાજુભાઈ ચૌહાણ, રાજેન્દ્ર સિંહ વાસડીયા, માંગરોલ બી આર સી હીરાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ ચૌધરી, ઉમરપાડા બી આર સી પંચાલ, નિવૃત થયેલા 15 જેટલાં શિક્ષક ભાઈ-બેહનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભવો દ્વારા શિક્ષક ભાઈ-બેહનોને સાલ ઓઢાડી, સન્માન પત્ર, ફૂલ આપી સન્માન કરવામાં આવેલ હતુ. આ ઉપરાંત મહુવેજ પ્રાથમિક શાળાના મનીષાબેન પરમારને શ્રેષ્ઠ શિક્ષકનુ સન્માન પણ આપવામાં આવેલ હતુ. અઘ્યક્ષ સ્થાનેથી બોલતા સામસીંગ ભાઈ વસાવાએ જણાવેલ કે ભાવિ પેઢીનુ ઘડતર કરવાનું કાર્ય શિક્ષક જ કરે છે તે દરેક બાળકને પોતાના ગણી ભણતરમાં બાળકની કાળજી લેતા હોઈ છે. માંગરોલ તાલુકા વિકાસ અધિકારી શ્રી દિનેશભાઇ પટેલ જણાવ્યું હતુ કે હું આજે જે આ પદ પર છું તે મારાં ગુરુજનો (શિક્ષકો ) ને કારણે છું આજે મને ભણાવેલા દરેક શિક્ષકોને હું યાદ કરું છું એમ જણાવેલ તેમજ નિવૃત થતા શિક્ષકોને શુભેચ્છા પાઠવેલ હતી. નિવૃત શિક્ષકોમાંથી કિશોર સિંહ ખેરએ પોતાની નોકરીના પ્રતિભાવો આપેલ હતા. જયારે આભાર વિધિ પ્રવીણભાઈ ચૌધરીએ કરેલ હતી કાર્યક્રમને સફળ બનાવવા મોહનસિંહ ખેર અને ટીમ માંગરોલ દ્વારા સુંદર આયોજન કરેલ હતુ.

વિનોદ બી મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

ગમે તે ઘડીએ હાર્દિક સાથે બાબા રામદેવ વાળી થઈ શકે છે, પોલીસે ઉપવાસી છાવણીથી સોલા સિવિલ સુધી રિહર્સલ કર્યું..

ProudOfGujarat

ભરૂચ : ચોરીનાં ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા રીઢા ચોરને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

આમોદના માંગરોલ ગામમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં સીતપોણની ટીમનો ભવ્ય વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!