Proud of Gujarat
FeaturedGujaratINDIA

બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય..

Share

બનાસ ડેરી, ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૩૦ નો વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને ૧૬ ડિસેમ્બરથી મળતો થશે. બનાસ ડેરીએ પોતાના પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટ ખરીદ ભાવમાં વધારો કરીને એક મોટી ભેટ આપી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં પશુપાલકોને આર્થિક રીતે સદ્ધર બનાવવા સમયે સમયે દૂધના ભાવમાં વધારો તેમજ પશુપાલકોના હિતમાં નિર્ણયો કરવામાં આવે છે, જેના કારણે બનાસકાંઠામાં પશુપાલનનું પ્રમાણ વધ્યું છે. હાલમાં ચેરમેન શંકરભાઈ ચૌધરી એ પશુપાલકોને દૂધના પ્રતિ કિલો ફેટે ફરીથી રૂપિયા ૩૦ ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, જેનો લાભ આગામી ૧૬ ડિસેમ્બરથી મળતો થશે. પહેલા દૂધના પ્રતિ કિલો ફેટ પર રૂ.૭૬૦ ચૂકવવામાં આવતા હતા, પરંતુ હવે રૂ.૩૦ નો વધારો થતાં પશુપાલકોને રૂ.૭૯૦ ચૂકવવામાં આવશે. જ્યારથી શંકરભાઈ ચૌધરીએ બનાસ ડેરીનું નેતૃત્વ સંભાળ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોના હિતમાં કલ્યાણકારી નિર્ણયો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નડાબેટ ખાતે દૂધ દિનના કાર્યક્રમમાં દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત શંકરભાઈ ચૌધરીએ કરી હતી, આમ ઐતિહાસિક ભાવ વધારો, ભાવફેર અને ચાલુ વર્ષ

Advertisement

Share

Related posts

ભરૂચ : પાંચ દિવસ પહેલા ગુમ થયેલ બાળકને વાલિયા પોલીસે શોધીને પરિવારને સોંપ્યો.

ProudOfGujarat

ઝઘડિયા પીએચસી ખાતે કોવિડ રસીકરણનો મેગા કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!