Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : વરાછાની મિનિ બજાર ખાતે રત્નકલાકારોને મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

સુરતમાં કોરોના વાઈરસનો ભય સર્વત્ર ફેલાઈ રહ્યો છે. દવા ન હોવાથી કોરોનાથી બચવા તકેદારી રાખવાનું કહેવાય રહ્યુ છે ત્યારે વરાછાની મિનિ બજાર ખાતે મફતમાં માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. રત્નકલાકારોને સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને મફતમાં લગભગ 2 હજાર જેટલા માસ્કનું વિતરણ કર્યું હતું. મફતમાં મળતા માસ્ક લેવા માટે લોકોએ પડાપડી કરી મુકી હતી. સેવાભાવી લોકોએ દાનની સરવાણી વહાવીને અનોખી પહેલ કરી હતી. દુકાનમાં 50 રૂપિયામાં 3 અથવા તો 20 રૂપિયા જેવી ઊંચી કિંમતે વેચાતા માસ્ક લોકોએ મફતમાં આપ્યાં હતાં. માસ્ક લેવા માટે લોકો ખૂબ આવ્યા હોવાથી સેવાભાવી સંસ્થાના લોકોએ દરેકને એક એક માસ્ક આપ્યું હતું. સાથે જ કોરોના વાયરસના કારણે ખોટો ભય દૂર કરી અફવાઓથી દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે જ માસ્ક,સેનેટાઈઝર સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો હતો.

Advertisement

Share

Related posts

જ્યોર્જિયાએ ભારતીય ડિઝાઈનર રોઝી અહલુવાલિયાના પરંપરાગત લહેંગામાં રેમ્પ પર અભિનય કર્યો

ProudOfGujarat

POG વિશેષ : ભારતીય રાષ્ટ્રીય ધ્વજ દિવસ આજરોજ મનાવવામાં આવે છે : જાણો તેની દિલચસ્પ કહાની

ProudOfGujarat

ઝઘડીયાના તલોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીની ટિફીન બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!