સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજમાં ટ્રસ્ટીઓની ઓફિસને નિશાન બનાવી ત્રણ ચોર રોકડા રૂપિયા ૫૦ લાખની ચોરી કરી ભાગી છૂટતા શહેર પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખૂલી જવા પામી હતી.
ભગવાન મહાવીર કોલેજમાં બનેલી ચોરીની ઘટના રવિવારે દિવસભર સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. રવિવારે મળસ્કે માત્ર ૨૦ મિનિટમાં ત્રણ ચોરોએ પોસ્ટ ઓફિસના તાળા તોડી...
