Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તરફથી રાહુલ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આદેશ અનુસાર કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ફ્રુટ, માસ્ક વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના પ્રમુખ હરીશ વસાવા જણાવ્યું હતું કે દેશના કરોડો યુવાનોના પ્રિય નેતા રાહુલ ગાંધીના પરિવારે દેશ માટે પોતાનું બલિદાન આપી દેશને આગળ લાવવા દેશના વિકાસ માટે પ્રેરણા સમાન દેશને વિકાસમાં આ પરિવારનો મહામૂલ્ય ફાળો રહ્યો હતો. રાહુલ ગાંધી હંમેશા સચ્ચાઈની વળગી રહેનાર માટે કોઈ દિવસે માથું ઝુકાવ્યું નથી એમણે કોરાનાના સમયમાં લાખો લોકોને પોતાના ઘરે પહોંચાડ્યા હતા કુદરતી આફતોના સમયમાં તેમણે અનેક લોકોને મદદ કરી એમની એક સૂચનાથી આખા દેશના કોંગ્રેસના કાર્યકરો રીલીફ કામમાં લાગી જતા હતા. યુવાનોને રોજગારી અપાવવા ખેડૂતોના દેવા માફી અપાવવા ગરીબોને મદદ કરવા હંમેશા સદાને માટે રાહુલ ગાંધી અગ્રેસર રહેતા હતા એવા અમારા પ્રિય નેતા રાહુલ ગાંધીના જન્મદિને હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરીને ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ કોંગ્રેસ પક્ષના સર્વોચ્ચ નેતા રાહુલ ગાંધીનો જન્મ દિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે રામસુંગભાઈ, મૂળજીભાઈ, અશોકભાઈ, નટવરસિંહ, કોશિકભાઈ, હીરાભાઇ, વગેરે કાર્યકરો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

સુરત શહેર માં છેલ્લા ત્રણ મહિનાથી અલગ અલગ વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરતી ગેંગ ને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

અંકલેશ્વર : cds બિપિન રાવત સહીત અન્ય શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

૧૯૮૬ માં ચોરી કરી ૨૦૨૨ માં જેલ ભેગા થયા, ભરૂચ પેરોલ ફ્લો ટીમે ૩૬ વર્ષથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!