Proud of Gujarat
FeaturedGujarat

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

Share

ન્યુઝ વિરમગામ
તસવીર-વંદના નીલકંઠ વાસુકિયા

માંડલ થી વિરમગામ રોડ પર શ્રી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલ આવેલ છે અને આ સંકુલમાં જનસેવા હોસ્પિટલ કાર્યરત છે. આ સિદ્ધેશ્વર હનુમાનજી દાદાના પરમભક્ત અને હોસ્પિટલના ડો. પંકજભાઈ પટેલ દ્વારા આ સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘમાં અનેક ભક્તો જોડાયા હતા આ પગપાળા સંઘ ફુલકીથી નીકળીને પાંચ દિવસે સારંગપુર પહોંચ્યો હતો. સૌ ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કર્યા હતા અને ડૉ.પંકજભાઈ પટેલ, વિશાલભાઈ પટેલ અને અમિતભાઈ પટેલ દ્વારા કષ્ટભંજન હનુમાનજી દાદાના શીખર પર ધજા ચડાવવામાં આવી હતી. આ સંઘમાં માંડલ અને આજુબાજુના વિસ્તારમાંથી અનેક ભક્તો જોડાયા હતા અને સંઘમાં જમવાની, પીવાના પાણીની, દવાઓની તમામ વ્યવસ્થા કરી હતી.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat

અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં બે વર્ષની માસુમ બાળકીને નરાધમે પીંખી નાખી.

ProudOfGujarat

કોઇ પણ આકસ્મીક ઘટના બને તો તુરંત જ પોલીસ સેવા મળી રહે તે માટે રાજયના પોલીસ સ્ટેશનમાં ફાળવેલ પીસીઆર વાનમાં ફરજ પરના બેદરકાર પોલીસ આળસવૃતિ કરશે તો પગલા લેવાશેઃ વિજયભાઇ રૂપાણી દ્વારા પીસીઆર વાનમાં જીપીએસ સીસ્ટમ લગાવવા આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!