Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના રાજપારડીમાં વરસાદ બંધ થયા બાદ વીજ વિભાગે વીજપોલોની ચકાસણી કરી.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં આજે દિવસ દરમિયાન વરસાદે વિરામ લેતા રાજપારડી વીજ કંપનીના ઇજનેર ડેવીડ વસાવાના માર્ગદર્શન હેઠળ નગરજનોની સલામતી અને સુરક્ષા માટે વીજ કર્મીઓએ નગરના તમામ વીજપોલ પર કરંટ ઉતરે છે કે કેમ તેની ચકાસણી કરી હતી. વધુમાં જણાવાયુ હતુ કે જો કોઇ ઠેકાણે વીજફોલ્ટ અથવા કોઇ ક્ષતિ જણાય તો લોકોએ રાજપારડી વીજ કચેરીનો સંપર્ક કરવો. હાલ ચોમાસાની સિઝન હોઇ વરસાદી પાણીથી વીજપોલો તેમજ વીજતારો ભીના થતાં કોઇવાર કરંટ ઉતરતો હોય છે. તેમજ કોઇવાર વીજતારો જમીન પર પડેલા જણાય તેવા સંજોગોમાં નગરજનોએ આવા ભીના વીજ ઉપકરણોથી દુર રહી વીજ કચેરીને જાણ કરવી એમ અનુરોધ કરવામાં આવ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

પંચમહાલના ગોધરા ખાતે આવેલી પંચામૃત ડેરીના ના કોન્ફરન્સ હોલ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ની તમામ કોલેજોને “નેક” (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઊન્સીલ )અંગેની માહિતી મળે તે માટે કુલપતિ ડૉ મહેન્દ્ર પાડલીયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં જેમાં તમામ કોલેજના પ્રિન્સિપાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

ProudOfGujarat

ટ્રાવેલ્સ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કામ કરતા ૨ ઈસમોને ચોરીના ગુનામાં ઝડપી પાડતી વાઘોડિયા પોલીસ.

ProudOfGujarat

ભરૂચની ધી પ્રોગ્રેસિવ હાઈસ્કૂલ ખાતે નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!