Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતો ઇસમ ઝડપાયો.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો.

ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઉમલ્લા પોલીસના જવાનો પીએસઆઇ એન.જે.ટાપરીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વલી ગામ પાસે આવતા એક મોટરસાયકલ લઇને જતો ઇસમ શંકાસ્પદ જણાતા તેને ઉભો રહેવાનું કહેતા તે ઇસમ મોટરસાયકલ ચલાવી નાશવા લાગ્યો હતો. પોલીસે તેનો પીછો કરી રોકીને તપાસ કરતા સદર મોટરસાયકલ પર રાખેલ પોટલામાંથી વિમલના થેલામાં રાખેલ દેશી દારુ મળી આવ્યો હતો. પોલીસે આ મોટરસાયકલ ચાલક રાકેશ હરિલાલ વસાવા રહે.કોલીયાપાડા તા.નેત્રંગનાને કુલ રુ.૧૨૦૬૦ ના મુદ્દામાલ સાથે હસ્તગત કરીને તેના વિરુધ્ધ ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. મોટરસાયકલ પર લઇ જવાતા દેશી દારુની આ ઘટનાને પગલે તાલુકાના વિવિધ ગામોએ એકથી બીજા સ્થળે દેશી દારુની હેરાફેરી થતી હોવાની શંકાઓ ઉઠવા પામી છે.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ


Share

Related posts

નવા વર્ષની શરૂઆત ઘમાકેદાર કરી રહ્યું છે Jio

ProudOfGujarat

માંગરોળ : વાંકલ, લવેટ અને વેરાકુઈ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનાં શંકાસ્પદ વ્યક્તિઓનાં હોમ ટુ હોમ સર્વે કરી, સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

વલસાડ પાસે ડિવાઈડર સાથે ટાટા સુમો અથડાતાં બેનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!