Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ઝઘડિયાના અવિધા ગામ ખાતે કોંગ્રેસની ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય માહોલ જામી રહ્યો છે,રાજ્યમાં જ્યાં એક તરફ રાષ્ટ્રીય નેતાઓ ધામા નાંખી સભાઓ અને રેલીઓ યોજી રહ્યા છે, તો જે તે રાજ્યના કેબિનેટ મંત્રીઓ પણ હવે ગુજરાતની વાટ પકડી કાર્યકરો અને હોદ્દેદારો વચ્ચે પહોંચી ચૂંટણી જીતવાની રણીનીતિઓ ઘડવામાં લાગી ગયા છે.

ખાસ કરી કોંગ્રેસ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવા માટે એક્શન પ્લાન ઘડી આગળ વધી રહી છે, તેવામાં આજે રાજસ્થાન સરકારના કેબિનેટ મંત્રી ગોવિંદ રામ મેઘવાલજી આજે ભરૂચ જિલ્લાના પ્રવાશે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ઝઘડિયા વિધાનસભા મત વિસ્તારમાં આવતા અવિધા ગામ સ્વામિનારાયણ મંદિર ખાતે કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો સાથે ચૂંટણી લક્ષી એક અગત્યની મીટીંગ યોજી હતી જેમાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોને આગામી ચૂંટણી કઈં રણનીતિથી જીતી શકાય તેવી અનેક બાબતો ઉપર ચર્ચાઓ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરીમલ સિંહ રણા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા, દલપતસિંહ વસાવા, યુવા કોંગ્રેસ ઉપ પ્રમુખ ધનરાજ વસાવા સહિતના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે અંદર ખાને મિટિંગો યોજાઈ રહી છે તે જોતા વિપક્ષી પાર્ટીઓને કોંગ્રેસનું આ અંદર કરંટ પ્રચાર આવનારી ચૂંટણીમાં નડી શકે છે તેવી પણ લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Advertisement

Share

Related posts

ઉમલ્લાની શાળામાંથી ચોરાયેલ ૫ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

આણંદની વિદ્યાર્થીનીનો ડ્રામા કોમ્પીટીશનમાં ઉત્કર્ષ દેખાવ…

ProudOfGujarat

નેત્રમ વિશ્વાસ કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી રાજપીપલા બસ સ્ટેશનમાંથી ૧૯ લાખના હીરાની ચોરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!