Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ ખાતે આવેલ ભાથીજી દાદાના મંદિર ખાતે દશેરા નિમિત્તે લોકો દર્શનાર્થે ઉમટ્યા

Share

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વડિયા ખાતે અતિ પૌરાણિક ગણાતું ભાથીજી દાદાનું મંદિર આવેલું છે જ્યાં દર દસમ ના રોજ આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજના ભાવિ ભક્તો પગપાળા તેમજ સઁઘ લઈ અને ભાથીજી દાદાના મંદિરે દર્શનાર્થે જતા હોય છે ત્યારે દર વર્ષ ની જેમ નવરાત્રી ના દશેરા નિમિત્તે મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટીયા હતા તેમજ લોકોએ ભાથીજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં આવેલ દર્શનાર્થીઓ દ્વારા મંદિર ખાતે દાદા નો પ્રસાદ લઈ પ્રાંગણમાં ભરાયેલ મેળાનું પણ લહાવો લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આદિવાસી વિસ્તારના લોકોમાં ઝગડીયા ના વડીયા ખાતે આવેલ ભાથીજી દાદા ઉપર લોકો ની અપાર શ્રદ્ધા હોય જેથી હિન્દૂ સમાજ ના મોટી સંખ્યામાં લોકો અહીં દર દશમ નિમીતે આવતા હોય છે અને વહેલી સવારથી લોકો પગપાળા જઇ દર્શનનો લાભ લેતા હોય છે.

Advertisement

Share

Related posts

ભરૂચની પાયોનીયર હાઈસ્કૂલ નજીક ચોકસી બિલ્ડીંગ ભારે વરસાદમાં ધરાશાયી

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી દવા ઉત્પાદક કંપનીમાં કામદારોએ પગાર વધારા સહિતની માંગ કરતા કંપની સત્તાધીશોએ ગેટ પર બાઉન્સરોને ગોઠવી કર્મચારીઓને અંદર પ્રવેશતા અટકાવતા મામલો વિવાદિત બન્યો હતો

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર મુલદ નજીક થી ભરૂચ ની ઝાબાજ લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ જથ્થા સાથે એક ટ્રક ને ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!